મનોરંજન

આ ફેમસ ટીવી એક્ટ્રેસની કારને નડ્યો અકસ્માત, બસે મારી જોરદાર ટક્કર

Text To Speech

ટીવી રિયાલિટી શો બિગ બોસ 6ની વિજેતા અભિનેત્રી ઉર્વશી ધોળકિયાનો અકસ્માત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈ કાલે મુંબઈમાં ઉર્વશી ધોળકિયાની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં તેની કાર સાથે એક સ્કૂલ બસ ટકરાઈ હતી.

ઉર્વશી ધોળકિયાની કારને નડ્યો અકસ્માત

ઉર્વશી ધોળકિયા સુપરસ્ટાર સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ 6ની વિજેતા રહી ચૂકી છે. અને નાના પડદાની જાણીતી અભિનેત્રીઓમાં ઉર્વશી ધોળકિયાનું નામ જાણીતુ છે. જાણકારી મુજબ ગઈ કાલે ઉર્વશી ધોળકિયાની કારને મુંબઈમાં અકસ્માત નડ્યો હતો. જેમાં તેની કાર એક સ્કૂલ બસ ટકરાઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નહોતી.

ઉર્વશી ઢોલકીયા-HUMDEKHENGENEWS

સ્કૂલ બસે ઉર્વશીની કારને મારી ટક્કર

ઉર્વશી ધોળકિયાનો આ અકસ્માત ગઈ કાલે થયો હતો. ગઈ કાલે ઉર્વશી તેના શોના શૂટિંગ માટે પોતાની કારમાં બેસીને મુંબઈના મીરા રોડ ફિલ્મ સ્ટુડિયો તરફ જઈ રહી હતી આ દરમિયાન કાશીમીરા વિસ્તારમાં બાળકોથી ભરેલી સ્કૂલ બસે ર્વશી ધોળકિયાની કારને પાછળથી ટક્કર મારી હતી. જોકે, આ અકસ્માતમાં ઉર્વશી કે અન્ય કોઈને ગંભીર ઈજા પહોંચી નહોતી.

ડોક્ટરે ઉર્વશીને થોડા દિવસ આરામ કરવાનું કહ્યું

જાણકારી મુજબ આ રોડ અકસ્માતમાં ઉર્વશી ધોળકિયાને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. પરંતુ સામાન્ય ઈજાને કારણે તે ડોક્ટર પાસે ગઈ હતી અને ડોક્ટરે ઉર્વશી ધોળકિયાને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે . પ્રાપ્ત જામકારી અનુસાર સ્કૂલ બસ હોવાથી ઉર્વશીએ આ મામલે કોઈપણ કાયદાકીય કાર્યવાહી પણ કરી નહોતી. જો કે ઉર્વશી ધોળકિયાના અકસ્માતના સમાચાર સાંભળીને તેના ચાહકો ચોંકી ગયા છે.

ઉર્વશી ઢોલકીયા-HUMDEKHENGENEWS

ઉર્વશી ધોળકિયાએ આ ટીવી સિરિયલોમાં કર્યુ છે કામ

ઉર્વશી ધોળકિયાએ અનેક જાણીતી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે. તે સુપરસ્ટાર સલમાન ખાનના પ્રખ્યાત શો બિગ બોસ સીઝન 6ની વિજેતા રહી ચૂકી છે. ઉર્વશીએ ‘કસૌટી ઝિંદગી કી, નાગિન 6 અને ચંદ્રકાંતા’ જેવી ઘણી સિરિયલોમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે. જોકે, ઉર્વશી ધોળકિયાને કસૌટી ઝિંદગીમાં કોમોલિકાના રોલથી લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનની મુશ્કેલીમાં વધુ એક વધારો ! BCCIએ PCB ને આપ્યો મોટો ઝટકો

Back to top button