વર્લ્ડકપની ટીમથી ખુશ નથી આ પૂર્વ કોચ : કહ્યું – ઉમરાન મલિકને તક કેમ ન આપી?
T20 વર્લ્ડ કપ-2022 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. હાલમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ ભારતીય ટીમનાં પૂર્વ કોચ ભરત અરુણ વર્લ્ડ કપ ટીમની પસંદગીથી ખુશ નથી. વર્લ્ડ કપ પહેલા જ અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારપછી રિઝર્વ ખેલાડીઓમાં સામેલ દીપક ચહર પણ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા નથી જઈ શક્યો. આમ, ઘણી મુશ્કેલીઓનો સામનો કર રહેલ ટીમ ઈન્ડિયા સામે ઘણાં સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : T-20 વર્લ્ડ કપમાં આ પાંચ સૌથી ઉંમરલાયક ખેલાડીઓ યુવા ખેલાડીઓને પણ શરમાવશે, જેમાં એક ભારતીય ખેલાડીનો પણ સમાવેશ
ભરત અરુણે ઉઠાવ્યા સવાલો : કહ્યું – ટીમમાં બે સ્પિનરો પૂરતા
ભારતીય ટીમનાં પૂર્વ કોચ ભરત અરુણના મતે ભારતની ટીમમાં ત્રણ સ્પિનરો છે. આ ટીમમાં એક સ્પિનરને ઓછો કરી શકાયો હોત, જેની જગ્યાએ ઉમરાન મલિકને સ્થાન આપવામાં આવ્યું હોત. ભરત અરુણે એક ટોક શો “Wednesday With WV “માં કહ્યું હતું કે , “ઉમરાન મલિક પાસે ગતિ છે. આઈપીએલમાં જોવા મળ્યું છે કે જો તેને યોગ્ય પીચ મળે તો તે ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. તે ઓસ્ટ્રેલિયામાં વિકેટો લઈ શકે છે. તેને જોઈને, મને લાગે છે કે ભારતે ઘણા બધા સ્પિનરો પસંદ કર્યા છે. પરંતુ તેના જેવો બોલર જો ટીમમાં હોત તો ટીમ માટે શ્રેષ્ઠ હોત.” ભરત અરુણે સ્વીકાર્યું છે કે ઓસ્ટ્રેલિયાના મોટા મેદાન પર બાઉન્સ છે, જેમાં સ્પિનરો મહત્વની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ ત્રણ સ્પિનરો ખૂબ જ વધારે છે, કારણ કે પ્લેઇંગ ઇલેવનમાં બે સ્પિનરોની જ પસંદગી હશે.
જસપ્રીત બુમરાહના સ્થાને કોણ છે?
હાલમાં, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની મુખ્ય ટીમમાં 14 ખેલાડીઓ છે, જ્યારે 3 ખેલાડીઓ રિઝર્વમાં છે. વર્લ્ડ કપ પહેલા જ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ હજુ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જસપ્રિત બુમરાહની જગ્યાએ કયા ખેલાડીને લેવો તે વિશે કોઈ જાહેરાત કરી નથી.
T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડ બાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, દીપક ચહર (ઈજાગ્રસ્ત).