ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદની આ અંગ્રેજી માધ્યમની સ્કૂલે રૂ.10 હજારનો ફી વધારો કરતાં હોબાળો

  • સ્કૂલ દ્વારા FRC સમક્ષ ફી વધારો કરવા દરખાસ્ત કરાઈ છે
  • સ્કૂલમાં રજૂઆત કર્યા બાદ વાલીઓએ ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી
  • નવા શૈક્ષણિક વર્ષની ફીને લઈને સ્કૂલ દ્વારા વાલીઓને પત્ર આપવામાં આવ્યો

અમદાવાદની અંગ્રેજી માધ્યમની સ્કૂલે રૂ.10 હજારનો ફી વધારો કરતાં હોબાળો થયો છે. જેમાં ફી માળખામાં વધારો જોઈ વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. વાલીઓની ફરિયાદ બાદ શહેર DEO દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ FRC સમક્ષ દરખાસ્ત કમિટી દ્વારા સ્કૂલની ફી નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં કરાઇ હીટવેવની આગાહી

સ્કૂલમાં રજૂઆત કર્યા બાદ વાલીઓએ ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સાકાર ઈંગ્લિશ સ્કૂલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની ફીમાં રૂ.10 હજારનો વધારો કરાતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. સ્કૂલે મોકલેલા ફી માળખામાં વધારો જોતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્કૂલમાં રજૂઆત કર્યા બાદ વાલીઓએ ડીઈઓ કચેરીમાં પણ આ અંગે રજૂઆત કરી હતી. અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. ચાંદખેડામાં ન્યૂ સી.જી. રોડ વિસ્તારમાં આવેલી સાકાર ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને નવા શૈક્ષણિક વર્ષની ફીને લઈને સ્કૂલ દ્વારા પત્ર આપવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા વાલીઓને ફી માટે આપેલી નોટિસમાં જણાવાયું હતું કે, સ્કૂલની પ્રી-પ્રાઇમરીની નવા શૈક્ષણિક વર્ષની ફી રૂ. 47,100, ધોરણ-1થી 8ની ફી રૂ. 49,900, ધોરણ-9 અને 10ની ફી રૂ. 47,500, ધોરણ-11 અને 12 કોમર્સની ફી રૂ. 45,600 તથા ધોરણ-11 અને 12 સાયન્સની ફી રૂ. 54,150 રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર 

સ્કૂલ દ્વારા FRC સમક્ષ ફી વધારો કરવા દરખાસ્ત કરાઈ છે

આ તમામ ફીમાં ગત વર્ષ કરતા રૂ. 10 હજારનો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાતા વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓ પાસેથી મળતી વિગતો મુજબ, સ્કૂલ દ્વારા FRC સમક્ષ ફી વધારો કરવા દરખાસ્ત કરાઈ છે, પરંતુ કમિટી દ્વારા સ્કૂલની ફી નક્કી કરવામાં આવી નથી. છતાં સ્કૂલ દ્વારા તોતિંગ વધારા સાથેની ફી ઉઘરાવવા માટે જણાવતા વાલીઓએ સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો હતા. વાલીઓની ફરિયાદ અન્વયે શહેર DEO રોહિત ચૌધરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફ્ટકારી છે. જેમાં જણાવાયું છે કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં રૂ. 10 હજાર એફઆરસી કરતા વધુ ફી લેવાની ફરિયાદ મળેલી છે. શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૂ. 10 હજારનો દંડ કેમ ન કરવો તે અંગેનો ખુલાસા સાથે એક દિવસમાં તમામ આધાર-પુરાવા સાથે ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે.

Back to top button