ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

પેટમાં એસિડિટી કે બળતરાને બે મિનિટમાં શાંત કરી દેશે આ સુકુ ફળ

ઘણીવાર વ્યક્તિને પેટમાં એસિડિટી કે છાતીમાં બળતરા જેવુ થાય પછી ક્યાંય ચેન પડતુ નથી. આવા સંજોગોમાં તાત્કાલિક એસિડિટીને કન્ટ્રોલ કરતી દવાઓ લેવામાં આવે છે. જોકે આ દવાઓ તમને થોડા સમય પુરતી જ રાહત આપી શકે છે, પરંતુ એક ફળ એવું છે જેમાં ઔષધીય ગુણો છે. તે આમ તો તમે મસાલામાં વાપરતા હો છો, પરંતુ આયુર્વેદમાં તેનુ ખુબ મહત્ત્વ છે. આ ફળ ગોવા અને ગુજરાતમાં ઉગાડવામાં આવે છે.

અહીં વાત થઇ રહી છે કોકમની. તે જોવામાં સફરજન જેવુ દેખાય છે. તેને સુકવીને લાંબા સમયથી આપણે મસાલા તરીકે વાપરીએ છીએ. કોકમની તાસીર ઠંડી હોય છે, તેથી તેને પિત્ત દોષ સંબંધિત બિમારીઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. પેટમાં ગેસ, બળતરા કે એસિડિટી હોય તો કોકમ ખુબ ફાયદાકારક છે.

પેટમાં એસિડિટી કે બળતરાને બે મિનિટમાં શાંત કરી દેશે આ સુકુ ફળઃ ફાયદા જાણીને નવાઇ લાગશે hum dekhenge news

કોકમમાં આવશ્યક વિટામીન જેમકે વિટામીન એ, વિટામીન બી3, વિટામીન સી અને ખનીજતત્વો જેમકે કેલ્શિયમ, આયરન, મેંગેનીઝ, પોટેશિયમ અને ઝિંક ભરપુર પ્રમાણમાં હોય છે. તેમાં સારી એવી માત્રામાં ફોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ, એસિટિક એસિડ, હાઇડ્રોકસી સાઇટ્રિક એસિડ અને ફાઇબર હોય છે. આ ફળનો ઉપયોગ વેઇટ લોસ, હાર્ટ ડિસીઝ જેવા હેલ્થ પ્રોબલેમથી બચવા માટે કરવામાં આવે છે. જાણો કોકમના કેટલાક ફાયદા

પાચન માટે

સુકા કોકમ એસિડ રિફ્લક્સ અને તેના કેટલાક લક્ષણો જેમકે હાર્ટબર્નને શાંત કરવા અને પાચનમાં સુધાર માટે પણ જાણીતા છે. કેટલાય વર્ષોથી કોકમનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓ માટે થાય છે. તે એસિડિટીના લીધે પેટમાં થતી બળતરાને ઘટાડે છે.

પેટમાં એસિડિટી કે બળતરાને બે મિનિટમાં શાંત કરી દેશે આ સુકુ ફળઃ ફાયદા જાણીને નવાઇ લાગશે hum dekhenge news

વેઇટ લોસ માટે

કોકમમાં હાઇડ્રોક્સીસાઇટ્રીક એસિડ હોય છે. તે ભુખને ઘટાડવાનું કામ કરે છે. તે વેઇટ લોસ જર્નીને સરળ બનાવે છે. આ સાથે તે કાર્બોહાઇડ્રેડને ફેટમાં બદલવાની પ્રક્રિયાને પણ નિયંત્રિત કરે છે. તેનાથી બોડીમાં એકસ્ટ્રા ફેટ બનવાનું જોખમ પણ ઘટે છે.

હાર્ટ ડિસીઝથી બચાવે

ફાઇબરથી ભરપુર હોવાના કારણે કોકમ હાર્ટ માટે પણ ફાયદાકારક છે. તે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. સાથે સાથે તેમાં રહેલુ મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ખનીજોની ઉપસ્થિતિના લીધે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખે છે, જે મોટે ભાગે હાર્ટ ડિસીઝનું કારણ બને છે.

પેટમાં એસિડિટી કે બળતરાને બે મિનિટમાં શાંત કરી દેશે આ સુકુ ફળઃ ફાયદા જાણીને નવાઇ લાગશે hum dekhenge news

કેન્સર માટે ફાયદાકારક

આ ફળના સેવનથી કેન્સર થવાનો ખતરો ઘટે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટની સાથે એન્ટીકાર્સિનોજેનિક ગુણો હોય છે. જે ફ્રી રેડિકલ્સને સાફ કરીને બોડી સેલ્સના અસામાન્ય વિકાસને રોકે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

કોકમમાં એન્ટીડાયાબિટીક ગુણ હોય છે. તે બોડીમાં ઇન્સ્યુલિનના સ્તરને વધારીને લોહીમાં રહેલી વધારાની શુગરને ઘટાડે છે. આવા સંજોગોમાં તે ડાયાબિટીસના સેવનમાં પણ ફાયદાકારક છે. કોકમ મગજમાં સેરોટોનિનના સ્તરને વધારે છે. તેથી ચિંતા અને સ્ટ્રેસ પણ ઘટે છે.

આ પણ વાંચોઃ ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી વરસશે લક્ષ્મીજીની કૃપાઃ જાણો અન્ય લાભ

Back to top button