ગુજરાતટોપ ન્યૂઝ

કોરોનાથી પણ ઘાતક બની રહ્યો છે આ રોગ, રાજ્યના 10 જિલ્લામાં 500થી વધુ કેસ

Text To Speech

ગુજરાતમાં કોરોનાએ ફરી માજા મુકી છે પણ લોકો ફક્ત કોરોનાથી જ બીમાર પડી રહ્યા છે તેમ નથી ગુજરાતમાં વર્ષ 2022માં ટીબીના સહિત અનેક બિમારીઓના ઘણા કેસો આવ્યા હતા. જેમાં પણ રાજ્યમાં વર્ષ 2022માં ટીબીના કારણે 19 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમજ 414 જેટલા નવા કેસો પણ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં આ વર્ષ દરમિયાન 5,764 દર્દીને ભરખી ગયો છે. ટીબીના કેસો ગુજરાતમાં 5,764 દર્દીઓના મોત નોંધાતા ત્રીજા ક્રમે છે. જ્યારે 14,010 લોકો ટીબીના કારણે મૃત્યુ પામતા પહેલા નંબરે ઉત્તર પ્રદેશ રાજ્ય છે. અને બીજા ક્રમે મહારાષ્ટ્ર જ્યાં 6,270 લોકોના ટીબીના કારણે મૃત્યુ થયા છે.

દસ મહિનામાં જ 1,25,786 ટીબીના કેસ

ગુજરાતમાં 2022ના દસ મહિનામાં જ કુલ 1,25,786 ટીબીના કેસો નોંધાયા છે. આ અગાઉ 2021માં 1,44,731 કેસો તેમજ 2020માં 1,20,560 કેસો નોંધાયા હતા. ત્યારે ટીબીના કેસોમાં વધારો ચિતાં વધારી રહ્યો છે. એક તરફ કોરોનાની રિએન્ટ્રી થઈ છે જે બાદ તેના પણ કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ટીબીના કેસોમાં પણ વધારો થવો તે ચિતાંજનક છે.

TB -HUM DEKHENGE NEWS
TBના માત્ર 10 જીલ્લામાં 539 કેસ

આ પણ વાંચો: કોરોનાથી તબાહી છતાં નથી સુધરી રહી ચીન સરકાર, ક્વોરોન્ટિન નિયમ હટાવવાનો નિર્ણય લીધો

2020માં 6870 દર્દીઓના ટીબીથી મોત

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ મોત લોકોના કોરોના દરમિયાન થયા છે. 2020માં 6870 દર્દીઓના મોત થયા હતા. તેમજ આ વર્ષ દરમિયાન ગુજરાતનમાં કોરોના સંક્રમિતોની સખ્યાં પણ ઘણી હતી. જે બાદ ફરી એક વાર કોરોનાએ તેના નવા વેરિયન્ટ સાથે દેખા દીધી છે. બીજી તરફ ટીબીના કેસોમાં પણ વધારો જોવા મળતા હવે અનેક શહેરો અને વિસ્તારો ખાતે નવા કેસો શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

10 જીલ્લાઓમાં 539 નવા કેસ મળ્યા

ગુજરાતમાં અત્યારે સુધી આ ઝુંબેશ હેઠળ 10 જીલ્લાઓમાં 539 નવા કેસ શોધી કાઢવામાં આવ્યા છે. ત્યારે નવસારીમાં 111 કેસ, છોટા ઉદેપુરમાં 79, ભરુચમાં 6, દાહોદમાં 38, મહિસાગરમાં 32, તેમજ નર્મદામાં 26, પંચમહાલમાં 82, ડાંગમાં 21 અને વલસાડમાં 38 કેસો નોંધાયા છે.

Back to top button