ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગ્રીન ઈકોનોમી બનશે મજબૂત

Text To Speech
  • PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાનો નિર્ણય લીધો
  • FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે
  • પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી ગ્રીન ઈકોનોમી મજબૂત બનશે. તેમજ PPP મોડેલ પર રાજ્યમાં CNG સ્ટેશન વિકસાવાશે. ફુલ ડીલર ઓન્‍ડ ડીલર ઓપરેટેડ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તેમજ યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસ કરાશે.

આ પણ વાંચો: રાજ્યની ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, સિંગતેલના ભાવમાં ઘટાડો

પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાનો નિર્ણય લીધો છે. જેના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ- FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે.આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો: જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમા શરૂ, જાણો કેમ એક દિવસ પહેલા ખુલ્યા ગેટ 

ગુજરાતમાં 1002 જેટલા CNG સ્ટેશન છે

ગુજરાતમાં 1002 જેટલા CNG સ્ટેશન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં CNG સ્ટેશન્‍સનો વ્યાપ વધારવા અને CNG વાહન ધારકોને સરળતાએ CNG ઉપલબ્ધ થાય તેવી આશાએ ફુલ ડીલર ઓન્‍ડ ઓપરેટેડ સ્કીમ PPP મોડેલ પર રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના અન્વયે CNG સ્ટેશન ઊભું કરવા માટે જમીનને લગતી મંજૂરી લેવાની તથા દસ્તાવેજ કરાવવાની સંપૂર્ણ જવાબદારી ડીલરની રહેશે. CNG સ્ટેશનમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડના સ્પેસિફિકેશન અનુસાર સ્ટેશન સેટઅપ ,બાંધકામ થતા મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કામ પણ ડીલરે જ કરાવવાનું રહેશે.

Back to top button