RCBમાં જોડાયો આ ખતરનાક ઓલરાઉન્ડર, મચાવશે IPL ધૂમ
ભારતમાં IPLએ ખુબજ મોટું ક્રિકેટ ફોર્મેટ છે. અહી ક્રિકેટના દિવાના છે જે કોઈપણ સંજોગોમાં IPL જોવાનું ચુકતા નથી. IPL 2023ની સિઝન શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આગામી સિઝન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. RCB ટીમે નવી સિઝન પહેલા ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને સામેલ કર્યો છે. બ્રેસવેલ RCBમાં વિલ જેક્સનું સ્થાન લેશે. વિલ જેક્સને RCBએ 3.20 કરોડમાં ખરીદ્યો હતો. જોકે, ઈજાના કારણે તે હવે IPL 2023ની આખી સિઝનમાંથી બહાર છે. આવી સ્થિતિમાં હવે માઈકલ બ્રેસવેલને તક મળી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારતના પ્રવાસમાં બ્રેસવેલે તેની ઓલરાઉન્ડ પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા હતા. બ્રેસવેલ એક બેટિંગ ઓલરાઉન્ડર છે જે પોતાની બેટિંગથી બોલિંગમાં અજાયબી કરી શકે છે. આવી સ્થિતિમાં તેની પાસેથી 2023માં IPLમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. બ્રેસવેલના આવવાથી RCB મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.
આ પણ વાંચો : ભારતીય ખેલાડીઓ IPLમાં ડ્યૂક બોલથી પ્રેક્ટિસ કરશે, જાણો કયા બોલનો કેવો ઉપયોગ?
વિલ જેક્સ ઈજાગ્રસ્ત
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર વિલ જેક્સે તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસ પર વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. વિલ જેક્સ માત્ર તેની આક્રમક બેટિંગ માટે જ નહીં પરંતુ તે એક શાનદાર ઓફ સ્પિનર પણ છે. ઈજાગ્રસ્ત થયા બાદ વિલ જેક્સ અને RCB બંનેને મોટો જાટકો લાગ્યો છે. IPLની હરાજીમાં RCBએ તેને મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો. વિલ જેક્સ બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
બ્રેસવેલ સ્ટાર ઓલરાન્ડર
ભારતના પ્રવાસ વખતે ન્યુઝીલેન્ડની ટીમમાં સામેલ માઈકલ બ્રેસવેલે શાનદાર પ્રદર્શન કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. તેણે હૈદરાબાદ વનડેમાં નીચલા ક્રમમાં બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી હતી. જોકે ન્યુઝીલેન્ડ આમ છતાં જીતી શક્યું ન હતું, ન્યુઝીલેન્ડની હાર છતાં બ્રેસવેલની લડાયક સદીને બધાયે બિરદાવી હતી. તે બેટિંગ સાથે બોલિંગ પણ કરે છે.
આ પણ વાંચો : IPL 2023 પહેલા RCBને લાગી શકે છે મોટો ફટકો, કરોડો રૂપિયામાં ખરીદાયેલ ખેલાડી ઈજાગ્રસ્ત
બ્રેસવેલના કરિયરની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ, 19 વનડે અને 16 T20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો બ્રેસવેલે 259 રન બનાવ્યા અને 19 વિકેટ લીધી. વનડેમાં તેના નામે 15 વિકેટ અને 510 રન સામેલ છે જ્યારે T20માં 21 વિકેટ લીધી છે.
IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ 2 એપ્રિલથી તેનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ટૂર્નામેન્ટમાં RCBની પ્રથમ ટક્કર મુંબઈ સાથે થવાની છે ત્યારે બ્રેસવેલના RCB ટીમમાં જોડાવવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.