છટણીના માહોલમાં આ કંપનીએ બહાર પાડી 800 વેકેન્સીઃ જાણો CEOએ શું કહ્યુ?
આખી દુનિયામાંથી રોજે રોજ છટણીના સમાચારો આવી રહ્યા છે. ટ્વીટર, ફેસબુક પર કર્મચારીઓ પોતાનું દર્દ વર્ણવી રહ્યા છે. લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. આ માહોલની વચ્ચે એક કંપનીએ સારી પહેલ કરી છે. આ કંપની છે ફુડ અને ગ્રોસરી ડિલીવરી કરતી કંપની Zomato.
Zomatoએ 800 જગ્યાઓ બહાર પાડી છે. જો તમે પણ જોબની તલાશમાં હો તો તમારો રિઝ્યુમ ઝોમેટોને મેઇલ કરી શકો છો. Zomatoના સંસ્થાપક અને સીઇઓ દીપિંદર ગોયલે લિંક્ડઇન પર નવી ભરતીને લઇને પોસ્ટ કરી છે, તેમાં તેમણે લખ્યુ છે કે Zomatoમાં પાંચ ભુમિકાઓ માટે લગભગ 800 પદની વેકેન્સી છે. જો તમે આ ભુમિકાઓ માટે કોઇ સારી વ્યક્તિને જાણો છો તો અમારો સંપર્ક કરવાની સલાહ આપો.
800 પદ માટે છે વેકેન્સી
Zomatoની નવી ભરતીમાં પાંચ પ્રકારની જોબ ઓફર કરાઇ છે. જો Zomatoની આ પોસ્ટ માટે તમે યોગ્ય છો તો તમારો રિઝ્યુમ [email protected] પર મેઇલ કરી શકો છો. દીપિંદર ગોયલનું કહેવુ છે કે જે લોકો યોગ્ય છે તેમને તેઓ પોતાની ટીમ સાથે જોડવા ઇચ્છે છે. તેમણે ગ્રોથ મેનેજર, પ્રોડક્ટ ઓનર, ચીફ ટુ સ્ટાફ ટુ સીઇઓ, જર્નાલિસ્ટ અને સોફ્ટવેર ડેવલોપમેન્ટ એન્જિનિયર માટે આ ભરતીઓ બહાર પાડી છે. હાલમાં દુનિયાભરમાંથી છટણીના સમાચાર આવી રહ્યા છે, તેની વચ્ચે આ Zomatoની સારી પહેલ છે.
આ પણ વાંચોઃ ક્યારે મનાવાશે વસંત પંચમી? જ્ઞાનની દેવીને આ રીતે કરો પ્રસન્ન