ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતનું આ શહેર બન્યું ઠંડુગાર, જાણો કેટલુ રહ્યું તાપમાન

Text To Speech
  • રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત મળી
  • અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
  • હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે વાદળછાયું વાતાવરણ

ગુજરાતનું નલિયા શહેર ઠંડુગાર બન્યું છે. તેમજ અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા કેટલાક શહેરોમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તેમજ પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રી સાથે ડિસા અને મહુવામાં તાપમાન 11 ડિગ્રી નોંધાયુ છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

રાજ્યભરમાં આગામી 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. તથા હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 10.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત 9.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું.

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત મળી

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. જેમાં નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કેટલાક શહેરોમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તેમજ પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રી રહ્યો છે. ડિસા અને મહુવામાં તાપમાન 11 ડિગ્રી નોંધાયુ છે. વડોદરામાં 11 અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન તથા ભુજ અને કંડલામાં પણ તાપમાનનો પારો 12 ડિગ્રી તેમજ અમદાવાદ, રાજકોટ, પોરબંદરમાં 13 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગે થોડા રાહતના સમાચાર આપ્યા છે. જેમાં આગામી સપ્તાહમાં ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના અનુસાર, ઉત્તર પૂર્વના પવનોની દિશામાં બદલાવ આવશે. જેની સાથે જ પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે.

Back to top button