સેવિંગ્સ એકાઉન્ટમાં થશે આ ફેરફાર ? વાયરલ થયેલો મેસેજ અફવા ?
આજકાલ સોશિયલ મીડિયા પર બેંકિંગ નિયમોમાં ફેરફારના દાવાઓ થઈ રહ્યા છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે હવે ગ્રાહકો સેવિંગ બેંક એકાઉન્ટ પર એક વર્ષમાં 40 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકશે. ત્યારે આ વાયરલ મેસેજ કેટલો સાચો છે ? તેના ઉપર સવાલ ઉભા થયા છે.
SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી !
સોશિયલ મીડિયા આજકાલ માહિતીનો એક વિશાળ સ્ત્રોત બની ગયો છે. કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે આપણે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો પડે છે. દેશમાં વધતા જતા ડિજિટલાઈઝેશનના આ યુગમાં અનેક પ્રકારની ભ્રામક માહિતી પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમામ માહિતીની હકીકત તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ દાવો ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે કે SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી છે. તેવી વાતો વહેતી થઈ છે.
શું છે સોશિયલ મીડિયાનો દાવો?
સોશિયલ મીડિયા પર ફેરફારના દાવાઓ અંગે જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે તે વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે હવે ગ્રાહકો સેવિંગ બેંક એકાઉન્ટ પર એક વર્ષમાં 40 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકશે. આ પછી, 41મા ટ્રાન્ઝેક્શન માટે તમારે 57.5 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ સાથે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મહિનામાં 4 થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર તમારે કુલ 173 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આ વાયરલ મેસેજ જોયો હોય તો અમે તમને આ મેસેજની સત્યતા જણાવી રહ્યા છીએ.
PIB એ હકીકતની તપાસ કરી
તમને જણાવી દઈએ કે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સોશિયલ મીડિયા પર આ વાયરલ થઈ રહેલા મેસેજની ફેક્ટ-ચેક કરી છે. આ તથ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે બોગસ છે. ભારતીય સ્ટેટ બેંકે બચત ખાતા અને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે તેના ગ્રાહકો પર કોઈપણ પ્રકારની મર્યાદા નક્કી કરી નથી. આ સાથે ચેક પેમેન્ટ પર બદલાયેલા નિયમો, વિદેશમાં પૈસા મોકલવા માટે ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કરવાનો દાવો પણ સંપૂર્ણપણે બોગસ છે. RBI અને સરકાર કે સ્ટેટ બેંક દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ATM ટ્રાન્ઝેક્શન લિમિટ શું છે ?
PIB ફેક્ટ પરથી જાણવા મળ્યું છે કે દરેક ગ્રાહક એક મહિનામાં 5 જેટલા ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકે છે. આ સાથે, દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા SBIના 6 મેટ્રો શહેરોમાં એક દિવસમાં 3 અન્ય બેંક એટીએમ પર વ્યવહારો નિઃશુલ્ક છે. આ સાથે, બેંકે બચત ખાતામાં વર્ષના 40 ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરી નથી.