ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની સ્કૂલોમાં શિક્ષકની ભરતીની લાયકાત માટે હવે આ પ્રમાણપત્ર ફરજિયાત

Text To Speech
  • દ્વિ-સ્તરીય પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોમાંથી જ શિક્ષકોની પસંદગી કરાશે
  • જ્ઞાનસેતુ સહિતની સ્કૂલોમાં શિક્ષકની ભરતીની લાયકાતમાં ટાટ ફરજિયાત
  • દ્વિ-સ્તરીય ટાટ માટે ફોર્મ ભરવાની મુદત આગામી 20મી મેના રોજ પૂર્ણ થશે

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના ભાગરૂપે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષમાં જ્ઞાનશક્તિ, જ્ઞાનસેતુ સહિત કુલ ચાર પ્રકારની સામાજિક ભાગીદારીથી સ્કૂલો શરૂ કરવામાં આવનાર છે. આ સ્કૂલોમાં શિક્ષકની નિમણુક અંગે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લાયકાતની જાહેરાત કરી છે. જે મુજબ આ પ્રોજેક્ટ સ્કૂલોમાં શિક્ષકની ભરતી માટે ટાટ પરીક્ષાનું પ્રમાણપત્ર ફરજિયાત કરાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી સંબંધિત બીમારીના ઈમરજન્સી કોલ્સથી દોડધામ

દ્વિ-સ્તરીય ટાટ માટે ફોર્મ ભરવાની મુદત આગામી 20મી મેના રોજ પૂર્ણ થશે

એટલે કે, માત્ર બી.એડ. કરેલા ઉમેદવારોની નિમણુક કરી શકાશે નહી. આ નિર્ણયથી ટાટ પાસ ઉમેદવારોને આ સ્કૂલોમાં નોકરી પ્રાપ્ત થશે. દ્વિ-સ્તરીય ટાટ માટે ફોર્મ ભરવાની મૂદત આગામી 20મી મેના રોજ પૂર્ણ થશે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી શરૂ થનારી જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં શિક્ષકોની ભરતીને લઈ લાયકાતના ધોરણ માં ટાટ ફરજિયાત કરવામાં આવી છે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: દેશમાં તબીબી પ્રેક્ટિશનરો માટે આ રજિસ્ટ્રેશન ફરજિયાત

દ્વિ-સ્તરીય પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોમાંથી જ શિક્ષકોની પસંદગી કરાશે

ધોરણ.6થી 8માં પણ ટાટનો જ આગ્રહ રખાશે. ગુજરાતી વિષય સામે ગુજરાતી માધ્યમ, હિન્દી વિષયમાં હિન્દી માધ્યમ તેમજ સમાજશાસ્ત્ર વિષયમાં ગુજરાતી અને અંગ્રેજી બંનેમાથી કોઈપણ માધ્યમિકમા પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે. જોકે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે ટાટની પરીક્ષા અંગ્રેજી માધ્યમથી જ પાસ કરેલી હશે તો જ નિમણુક આપી શકશે. આ ભરતી પ્રક્રિયા જે-તે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે પરંતુ પ્રક્રિયાની કમિટીમાં શિક્ષણ વિભાગના અધિકારીને સામેલ કરાશે. આ ઉપરાંત નિમણુક અપાયા બાદ લાયકાતના ધોરણની પણ ચકાસણી કરાશે.

Back to top button