ગુજરાતટોપ ન્યૂઝ

ઠંડીથી બચવા માટે તાપણું કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન, દંપતીનો ભોગ લેવાયો

Text To Speech

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રૂમમાં તાપણું ચાલુ રાખીને સૂઇ જતાં સવારે દંપતીનાં મૃતદેહ મળ્યા છે. જેમાં કડકડતી ઠંડીમાં તાપણું કરીને સૂઇ ગયેલા દંપતીનું ગુંગળાઇ જવાને કારણે મોત થયુ છે. આ અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં ઠંડીથી બચવા માટે તાપણું કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો: રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો હવામાન વિભાગે ઠંડી બાબતે શું કહ્યું

જાણો શું હતુ ઘટના:

શહેરનાં કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા 49 વર્ષનાં વિનોદભાઇ ડાહ્યાભાઇ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનું બીજું ઘર દશરથ ગામથી આજોડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ક્રિષ્ણાવેલી સોસાયટીમાં છે. તેઓ આ ઘરમાં પણ અવરજવર કરતા હોય છે. વિનોદભાઇ અને તેમના પત્ની ઉષાબેન ક્રિષ્ણાવેલી સોસાયટીના ઘરમાં સૂવા માટે આવ્યા હતા. જ્યાં તેમને ઘણી ઠંડી લાગી રહી હતી. જેથી તગારામાં કોલસા ભરીને તાપણું કર્યું હતુ. જોકે, ચાલુ તાપણામાં જ દંપતીની આંખ લાગી ગઇ અને તેઓ સૂઇ ગયા હતા.

અંદરનું દ્રશ્ય જોતા જ દીકરાને માતાપિતાનાં મૃતદેહ દેખાયા

બીજા દિવસે સવારે તેમના દીકરાએ માતાપિતાને ફોન કર્યો હતો. પરંતુ તે બેમાંથી એકપણ લોકોએ ઉપાડ્યો ન હતો. જેથી મોટો પુત્ર તે ઘરમાં જ તપાસ કરવા માટે આવ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવતા માતા પિતાએ દરવાડો ખોલ્યો ન હતો. જેથી મકાનનાં પાછળનાં દરવાજાની સાંકળ ખોલીને તેઓ અંદર ગયા હતા. અંદર જઇને ઉપરનાં બેડરૂમમાં જઇને તપાસ કરી તો દરવાજો અંદરથી બંધ હતો જેથી જોર લગાવીને દરવાજો ખોલ્યો હતો. જોકે, અંદરનું દ્રશ્ય જોતા જ દીકરાને માતાપિતાનાં મૃતદેહ દેખાયા હતા.

ગૂંગળાઇ જવાથી તેઓના મોત નિપજ્યા હોવાની શક્યતા

છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી રહ્યા છે. મૃતક માતા-પિતાનાં મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસને રૂમમાંથી કોઇ દવા કે અંતિમ ચિઠ્ઠી મળી નથી.પોલીસનું અનુમાન છે કે,રાતે કોલસાની સગીડી ચાલુ રાખીને તેઓ સૂઇ ગયા હતા. જેના કારણે રૂમના બારી બારણા બંધ હોવાથી ઝેરી વાયુની અસરના કારણે ગૂંગળાઇ જવાથી તેઓના મોત નિપજ્યા હોવાની શક્યતા સેવાઇ રહી છે.

Back to top button