આનાથી જઈ શકે છે તમારી યાદશક્તિ, તમે પણ આ કરતા હોવ તો ચેતી જજો
- જંક ફૂડ સીધી ઊંઘને અસર કરે છે
- તમારી યાદ શક્તિમાં ઘટડો કરી શકશે
- રોગપ્રતિકારક શક્તિ નબળી પાડી શકે છે
- સ્વિડનની ઉપસાલા યુનિવર્સિટી કર્યો ખુલાસો
આજની પેઢી ફાસ્ટ ફૂડમાં વધુ રસ ધરાવતી જોવા મળે છે. પીઝા, બર્ગર, ચીઝ વાણી વસ્તુ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. લોકો બમણી સંખ્યામાં જંક ફૂડનું સેવન કરે છે. તેના પરિણામે ઠેર- ઠેર જગ્યાએ આપણે લારીઓ તેમજ રેસ્ટોરન્ટ નજરે આવતી હોય છે. લોકોની જંક ફૂડ ખાવાની ટેવ શરીરને ખાલી ખોખા સમાન કરી નાખે છે. જો તમને પણ જંક ફૂડની આદત છે અને અઠવાડિયામાં ૩ થી 4 વખત સેવન કરો છો તો પહેલા આ જાણી લેજો, ક્યાંક તમને પછતાવું ન પડે.
જંક ફૂડ ઉંઘને અસર કરે છે
વધુ પડતા જંક ફૂડ ખાવાથી લોકોની ગાઢ ઊંઘ પર અસર થાય છે. સૂતા પહેલા મોટી માત્રામાં ખાંડ અથવા જંક ફુડના લીધે ઊંઘની સમસ્યાઓમાં વધારો થાય છે.
યાદશક્તિ અને રોગપ્રતિકારકશક્તિ પર અસર
જંક ફુડથી યાદશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે આ સ્વિડનની ઉપસાલા યુનિવર્સિટીએ દાવો કર્યો છે. વધારે પ્રમાણમાં જંક ફુડ શરીરને નબળું પાડી નાખે છે તેમજ ફેટમાં વઘારો કરે છે.
સ્વિડનની ઉપસાલા યુનિવર્સિટી કર્યો ખુલાસો
સ્વિડનની ઉપસાલા યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું કે જંક ફુડ લોકોની ઊંઘને કેવી રીતે અસર કરે છે?આ અભ્યાસમાં જાણવામાં આવ્યું હતું કે જંક ફૂડ ખાધા પછી લોકોને હેલ્ઘી ડાયટ લેનારા લોકોની સરખામીમાં ઓછી ઊંઘ આવે છે. આ અભ્યાસ 15 સ્વસ્થ યુવાનો પર કરવામાં આવ્યું છે. જેમાં યુવકો રોજ 7 થી 9 કલાકની ઊંઘ લેતા હતા , ત્યાર બાદ એ લોકોનું નિરક્ષર કરવામાં આવ્યું જેમને જંક ફૂડ આપવામાં આવ્યું હતું જંક ફૂડમાં ખાંડ અને ચરબીવાળી વસ્તુ
સામેલ હતી આ પ્રકારના ખોરાકના સેવન બાદ દરેક પર નજર રાખવામાં આવી હતી .
ત્યારે એ વાત સામે આવી હતી કે જે લોકો જંક ફૂડનું જબરદસ્ત કે વધુ પ્રમાણમાં ખાતા હોય છે એ લોકોને ઊંઘ, યાદશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિ સામાન્ય માણસ કરતાં નબળી જોવા મળે છે.
આ પણ વાંચો:ગરમીમાં Healthy Heart રાખવા માટે આ ફુડ્સને ડાયેટમાં ચોક્કસ લો