ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

કોહલી સહિત વિવિધ પેન્ટિંગ બનાવે છે આ ભાઈ, પણ કેવી રીતે એ તો જાણો!

Text To Speech
  • એક વ્યક્તિએ પોતાની જીભનો ઉપયોગ કરીને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પેઇન્ટિંગ બનાવી છે. વ્યક્તિનું આ ટેલેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે, તમે પણ જૂઓ અહીં વીડિયો

HD ન્યૂઝ ડેસ્ક, 2 માર્ચ: સોશિયલ મીડિયાના યુગમાં અનેક લોકો પોતાના ટેલેન્ટથી નામ અને પૈસા કમાઈ રહ્યા છે. હાલમાં આવા જ એક ટેલેન્ટેડ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોને પણ નવાઈ લાગી રહી છે. કેમકે આ વ્યક્તિ તેની જીભનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ બનાવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તે પોતાની જીભથી વિરાટ કોહલીની પેન્ટિંગ બનાવતો જોવા મળી રહ્યો છે. જેમણે જેમણે આ વ્યક્તિનું ટેલેન્ટ જોયુ તે દરેક દંગ રહી ગયા છે.

જીભથી બનાવ્યું વિરાટ કોહલીનું પેઈન્ટિંગ

વીડિયોમાં જોઈ શકાય છે વ્યક્તિના હાથમાં એક પ્લેટ છે જેના પર તે નેલ પેઈન્ટ કાઢી રહ્યો છે. આ પછી, તે તેની જીભથી નેલ પેઇન્ટને ચાટી લે છે અને ઝડપથી ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને કેનવાસ પર પેઇન્ટ કરવાનું શરૂ કરે છે. વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @Saurav_Vijaypatel નામના એકાઉન્ટથી વીડિયો શેર કર્યો છે. આ એકાઉન્ટ પર આવા ઘણા વીડિયો છે જેમાં એક વ્યક્તિએ પોતાની જીભનો ઉપયોગ કરીને અનેક સેલિબ્રિટીના પેઈન્ટિંગ્સ બનાવ્યા છે. વીડિયોમાં તે અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને અનેક સેલિબ્રિટીની તસવીરો બનાવતો જોવા મળે છે.

અહીં જૂઓ વીડિયો:

વીડિયો જોઈ લોકોએ કર્યા ટેલેન્ટના વખાણ

આ ટેલેન્ટેડ વ્યક્તિના વીડિયો પર ઢગલો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ટિપ્પણી કરતી વખતે, ઘણા લોકોએ તે વ્યક્તિને સુચના આપતા કહ્યું કે તમે સારી પેઇન્ટિંગ બનાવો છો, પરંતુ તમારા મોંથી બનાવશો નહીં. તે જ સમયે, ઘણા લોકોએ તે વ્યક્તિને તેની તસવીર બનાવવાની માંગ કરી છે. જ્યારે કેટલાક લોકોએ વ્યક્તિના ટેલેન્ટના ખૂબ જ વખાણ કર્યા છે.

આ પણ વાંચો: સાવ આવું હોય? ઇન્સ્ટા પ્રોફાઇલનો QR કોડ કપાળ પર! જૂઓ વીડિયો

Back to top button