બાઇક ચોરી કરવા માટે આ ભાઈએ કરી અદ્ભુત એક્ટિંગ, વીડિયો થયો વાયરલ


- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઇક ચોરી કરવાની એક્ટિંગ કરી રહ્યો છે. પરંતુ અંતે તે ચોરી કરવામાં નિષ્ફળ જાય છે
HD ન્યૂઝ ડેસ્ક, 30 જુલાઈ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારે શું જોવા મળી જાય તેનું કંઈ કહી શકાય નહીં. સવારથી લઈને સાંજ સુધી અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક ડાન્સના વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક વિચિત્ર કામ કરતા લોકોના વીડિયો વાયરલ થાય છે. તમે પણ અત્યાર સુધીમાં આવા ઘણા વીડિયો જોયા હશે. પરંતુ હવે એક અલગ જ પ્રકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી તમે હસવા લાગશો. એક વ્યક્તિ બાઇક ચોરવાની એક્ટિંગ કરતો જોવા મળે છે. પરંતુ અંતે તે નિષ્ફળ પણ જાય છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
એક શેરીમાં કેટલીક મોટરસાઈકલ પાર્ક કરેલી પડી હતી. એટલામાં એક બાઈક પાસે એક છોકરો હાથમાં બેટ લઈને આવે છે. આ પછી તે તે બાઇકની આસપાસ ફરે છે અને લોકોને શંકા ન જાય તે માટે તે બેટથી બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ દરમિયાન તે ચેક કરે છે કે બાઇકનું હેન્ડલ લોક છે કે નહીં, જે લોક નહોતું. આ પછી તે બાઇક પર બેસીને તેની ચોરી કરવા જતો હતો ત્યારે અચાનક તેની નજર સામે લાગેલા કેમેરા પર પડે છે, જેમાં આ બધું રેકોર્ડ કરવામાં આવી રહ્યું હતું. આ પછી તે પોતાનો ચહેરો સંતાડીને ત્યાંથી નીકળી જાય છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
First time in history. Cricket style robbery 😁 pic.twitter.com/S9j4jiRid9
— SwatKat💃 (@swatic12) July 29, 2024
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @swatic12 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઈતિહાસમાં પહેલીવાર ક્રિકેટ સ્ટાઈલની લૂંટ.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 1.9 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- ચોરીની પદ્ધતિ થોડી કેઝ્યુઅલ છે. અન્ય યુઝરે લખ્યું- થર્ડ અમ્પાયરનો ખૂબ જ શાનદાર નિર્ણય. ત્રીજા યુઝરે લખ્યું- તે રંગે હાથે પકડાયો. તો કેટલાક યુઝર્સે આ વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાની એર હોસ્ટેસ વિદેશી ચલણની દાણચોરી કરતી ઝડપાઈ, ચલણ એવી જગ્યાએ સંતાડ્યું કે કોઈ શંકા પણ ન કરી શકે