ભારતીય ટીમ માટે આ બોલર બની શકે છે ‘બુમરાહ’નો બેકઅપ : શું ODI વર્લ્ડ કપમાં મળશે જગ્યા ?


ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાના કારણે ટીમની બહાર રહ્યો છે. પરંતુ બુમરાહ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં વાપસી કરશે. બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટના મેદાનથી દૂર જોવા મળી રહ્યો છે અને જસપ્રીત બુમરાહ મોટાભાગે ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી ટી20 શ્રેણીમાં ભારતને બુમરાહ કરતા સારો બોલર મળ્યો છે, જે બુમરાહનો બેકઅપ હોવાનો દાવો કરે છે. આ બોલર બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક છે, જેણે શ્રીલંકાની શ્રેણીમાં શાનદાર બોલિંગ કરીને બધાને પ્રભાવિત કર્યા હતા.
આ પણ વાંચો : વિરાટ અને અનુષ્કાની પુત્રીની ઝલક સામે આવી : વીડિયો થયો વાયરલ
શ્રીલંકા સામેની શ્રેણીમાં ઉમરાન મલિકનું ઘાતક પ્રદર્શન
ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચ 91 રને જીતીને શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ઉમરાન મલિકે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું અને ત્રણેય મેચમાં કુલ 7 વિકેટ ઝડપી. આ સાથે ઉમરાન મલિકને હવે ODI વર્લ્ડ કપ 2023 માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યો છે.

ઉમરાન મલિકે શ્રીલંકાની T20 શ્રેણીમાં તબાહી મચાવી હતી
ઉમરાન મલિક એ શ્રીલંકા સામેની સમગ્ર T20 શ્રેણીમાં 15.14ની સરેરાશથી 7 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન ઉમરાને પોતાના ઝડપી બોલથી શ્રીલંકાના ખેલાડીઓને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેણે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20I શ્રેણી દરમિયાન 155 કિમી/કલાકની ઝડપથી વધુ બોલ ફેંકી સૌને દંગ કરી દીધા હતા, તેથી આવનારા વિશ્વ કપમાં ઉમરાન મલિકને ભારતીય ટીમના ફાસ્ટ બોલર તરીકે પ્રબળ દાવેદાર ગણી શકાય છે, ઉલ્લેખનીય છે કે હાલમાં જ મળેલી BCCIની સમીક્ષા બેઠકમાં એવું નક્કી થયું છે કે આગામી વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓની ટીમ બનાવવમાં આવશે અને પસંદગી સમિતિએ આ ખેલાડીઓના નામ નક્કી કરી દીધા છે, હવે આ લિસ્ટમાં ઉમરાન મલિકનું નામ છે કે કેમ, તે જોવું રહ્યું!