બિગબોસની આ કન્ટેસ્ટન્ટના ઘરે ચોરી થઈ, એક્ટ્રેસે દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈ, 28 મે 2025: બિગબોસનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી અને મોડલ બંદગી કાલરાએ રવિવારે ખુલાસો કર્યો કે, તેના ઘરમાં ચોરી થઈ, ચોરો રોકડ રકમ અને અન્ય કિંમતી અંગત સામાન લઈને ભાગી ગયા હતા. તેણે એવો પણ દાવો કર્યો છે કે મેં ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી
બંદગીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના દરવાજાના તૂટેલા તાળાના ફોટા પણ શૅર કર્યા અને નિસાસો નાખતા કહ્યું હતું કે, હું ઘરે આવી અને જોયું કે ઘરમાં ચોરી થઈ ગઈ છે અને અંદરથી બહાર સુધી બધું જ બરબાદ થઈ ગયું છે. ઘણો બધો અંગત સામાન અને પૈસા વગેરે ખોવાઈ ગયા છે અને મારી બહેનના લગ્ન હોવાથી ઘરમાં ઘણી કેશ હતી, મારા ઘરનો કેમેરા પણ ચોરાઈ ગયો છે તથા બે દરવાજા તૂટેલા છે.
પ્રશાસન પર આરોપ લગાવ્યો
વધુમાં કહ્યું કે આપણી સિસ્ટમ એટલી નબળી અને આળસુ છે કે તેઓ પગલાં લેવાને બદલે આરામ કરી રહ્યા છે. હું ટૂંક સમયમાં આ અંગે એક વીડિયો બનાવીશ.
બીજી એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંદગીએ એમ પણ કહ્યું કે, ચોરીને ત્રીસ કલાક વીતી ગયા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. મેં ક્યારેય આટલું લાચાર અનુભવ્યું નથી જે રીતે વસ્તુઓ ચાલી રહી છે અથવા મારે કહેવું જોઈએ કે બિલકુલ ચાલી રહી નથી, મને હવે તેમની નોકરીની નૈતિકતા અને પ્રામાણિકતા પર પણ શંકા છે.
આ પણ વાંચો : માત્ર 45 મિનિટમાં બન્યો હતો ઑપરેશન સિંદૂરનો લોગો, જાણો કોણે બનાવ્યો?












