ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયા કપ 2023 ફાઇનલમાં થઇ શકે છે આ મોટા ફેરફાર,શું શ્રેયસ અય્યર મેળવશે સ્થાન

india vs Sri Lanka : ભારતએ પાકિસ્તાન અને શ્રીલંકા સામે શાનદાર જીત બાદ ફરી એક વાર હવે ભારત રવિવારે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ભારતે એશિયા કપમાં કર્યું શાનદાર પ્રદર્શન

ભારતે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું સ્થાન ફાઈનલમાં નક્કી કરી દીધું હતું.આ એશિયા કપમાં ભારતે પહેલી મેચમાં વરસાદના કારણે તેમજ નેપાળ સામે 10 વિકેટથી વિજય પ્રાપ્ત ત્યાર બાદ પાકિસ્તાનને 228 રનથી હરાવીને એશિયા કપમાં ફાઈનલ માટે સ્થાન લગભગ નક્કી કરી લીધું હતું. આ બાદ ભારતે શ્રીલંકા સામે રોમાંચક મુકાબલામાં 41 રનથી હરાવીને ભારતે એશિયા કપમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.

શ્રીલંકાએ પણ બતાવ્યું શાનદાર પ્રદર્શન

શ્રીલંકાએ એશિયા કપમાં પહેલી મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવીને આ બાદ શ્રીલંકાએ અફઘાનિસ્તાન સામેની રોમાંચક મેચમાં શ્રીલંકા 2 રનથી વિજય પ્રાપ્ત કર્યો અને ત્યાર બાદ શ્રીલંકાએ બાંગ્લાદેશને સુપર 4 ની મેચમાં શ્રીલંકા 21 રને તેમજ તેને ભારત સામે સુપર 4 ની મેચમાં હાર નો સામનો કરવો પડ્યો હતો.

9મી વખત ટકરાશે ભારત અને શ્રીલંકા

એશિયા કપમાં ભારત અને શ્રીલંકા સતત 9મી વખત ફાઇનલમાં સામ-સામે ટકરાશે. આ અગાઉ ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલી 8 મેચોમાંથી ભારતે 5 વિજય પ્રાપ્ત કર્યો અને 3 વખત શ્રીલંકાએ ભારત સામે વિજય પ્રાપ્ત કર્યો છે.

શ્રીલંકાને મેચ પહેલા મોટો ફટકો

એશિયા કપની ફાઈનલ મેચમાં શ્રીલંકાના સ્પિનર ​​મહેશ તિક્ષાના ઈજાના કારણે ફાઈનલ મેચમાંથી બહાર થઈ ગયો છે.આ સાથે શ્રીલંકામાં એક ફેરફારની શક્યતા રહેલી છે.

ભારતીય ટીમમાં પણ થઇ શકે છે મોટો ફેરફાર

ભારત અને બાંગ્લાદેશની મેચના પરિણામ પછી ભારતીય ટીમ ઘણા ફેરફાર થઇ શકે છે જેમાં ભારતે બાંગ્લાદેશ સામેની મેચમાં 5 ફેરફાર કર્યા હતા,જેમાં આ મેચમાં વિરાટ, હાર્દિક, બુમરાહ, કુલદીપ અને સિરાજને બહાર રાખવામાં આવ્યા હતા.જોકે એશિયા કપની ફાઈનલમેચમાં આ 5 ખેલાડીઓ પાછા પરત ફરી શકે છે

શ્રેયસ અય્યરના સ્થાનને લઈને ઘણી ચર્ચા

ભારત અને બાંગ્લાદેશ સામેની મેચ પહેલા શ્રેયસ અય્યર પ્રેક્ટીસ સેશનમાં જોંવા મળ્યો હતો અને આ મેચ દરમ્યાન શ્રેયસ અય્યર ઘણી વખત કેમેરામાં કેદ થયો હતો આ બાદ શ્રેયસ અય્યરના સ્થાનને ઘણી ચર્ચા છે.

તિલક વર્માનું પણ જોવા મળ્યું નિરાશાજનક પ્રદર્શન

તિલક વર્માને બાંગ્લાદેશ સામે પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન સ્થાન મળ્યું હતું.પરંતુ તિલક વર્માએ તેમની બેટિંગથી સૌથી વધુ નિરાશ કર્યા.જયારે તેની ડેબ્યૂ વનડેમાં ફ્લોપ રહ્યો હતો અને 9 બોલમાં 1 ચોક્કા સાથે માત્ર 5 રન જ બનાવ્યા હતા.

ભારત અને શ્રીલંકાની આ સંભવિત પ્લેઈંગ ઈલેવન

શ્રીલંકા : પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wk), સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (c), દુનિથ વેલેજ, પ્રમોદ મદુશન/દુશાન હેમંથા, કાસુન રાજીથા, મથિશા પાથિરાના.

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર/શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો : ICC Cricket World Cup 2023 : દર્શકોની હાજરી વગર રમાઈ શકે છે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મેચ

Back to top button