ટ્રેન્ડિંગમનોરંજન

ચિરાગ પાસવાનની દિવાની થઈ આ ભોજપુરી અભિનેત્રી, જાહેરમાં કર્યો પ્રેમનો એકરાર

Text To Speech
  • ચિરાગ પાસવાને જ્યારથી લોકસભા ચૂંટણી 2024માં જીત મેળવી છે ત્યારથી તે સતત ચર્ચામાં
  • ખાસ કરીને છોકરીઓ તેમના લુકની દિવાની થઈ, હવે એક ભોજપુરી અભિનેત્રીએ પણ ચિરાગ માટે પોતાની દિવાનગીનો ખુલ્લેઆમ કર્યો એકરાર

હાજીપુર, 16 જૂન: ચિરાગ પાસવાન લોકસભા 2024ની ચૂંટણી જીત્યા બાદથી ચર્ચામાં છે. આ પહેલા ચિરાગ વિશે ભાગ્યે જ આટલી ચર્ચાઓ થઈ હશે. ખાસ કરીને છોકરીઓ ચિરાગના ક્યૂટ લુક અને તેની સ્ટાઈલથી ફિદા થતી જોવા મળી રહી છે. ચિરાગ સાથે જોડાયેલી રીલ અને તસવીરો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ જોવા મળી રહી છે, જેને જોઈને ચિરાગની મહિલા ચાહકો તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય તેવું લાગે છે. ચાહકો તો છે જ, હવે તો એક ભોજપુરી અભિનેત્રી પણ ચિરાગના પ્રેમમાં પડી ગઈ છે. તેણીએ પોતે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે.

ચિરાગ પર ફિદા થઈ આ ભોજપુરી અભિનેત્રી

ચિરાગ પર જે ભોજપુરી અભિનેત્રી ફિદા થઈ છે તેનું નામ નિશા દુબે છે. નિશા દુબે એક જાણીતી ભોજપુરી અભિનેત્રી છે. અભિનેત્રીની ઉંમર 25 વર્ષની છે અને તે 45 વર્ષના ચિરાગ પાસવાનની દીવાની બની છે. હાલમાં જ નિશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ચિરાગનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચિરાગ મંત્રી પદના શપથ લેતો જોવા મળી રહ્યો છે અને આ વીડિયોની પૃષ્ઠભૂમિમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો એક ડાયલોગ સંભળાય છે કે ‘સ્ત્રીને શું જોઈએ છે?’ આ પછી ચિરાગનો વીડિયો આવે છે, જેમાં તે તેનું નામ લેતો જોવા મળે છે. વીડિયોમાં ચિરાગનો માસૂમ ચહેરો અને તેનું હાસ્ય જોઈને કોઈ પણ પોતાનું દિલ ખોઈ બેસે એવું છે. આવી જ સ્થિતિ નિશા દુબેની પણ બની છે.

અહીં જૂઓ વીડિયો:

 

View this post on Instagram

 

A post shared by Nisha Dubey (@nishadubey499)

નિશાએ ચિરાગ માટે શું લખ્યું?

ચિરાગનો આ વીડિયો શેર કરતા નિશાએ કેપ્શનમાં લખ્યું છે- ‘ક્રશ, યાર આ માણસ આટલો સુદર કેમ છે.’ હવે એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ મોકલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોકો નિશાનાની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો પણ છે, જેના કારણે નિશાની પોસ્ટ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: રવીના પર નશાનો આરોપ લગાવવાનું મોંઘું પડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યું

Back to top button