બેંગલુરુની આ મહિલાએ 270 વખત ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો, હવે નવા એક્ટિવાની કિંમત કરતાં વધુ દંડ ભરવો પડશે
- મહિલાને ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ. 1.36 લાખનો દંડ લાગ્યો, હોન્ડા એક્ટિવા સ્કૂટર જપ્ત કરવામાં આવ્યું
HD ન્યૂઝ ડેસ્ક, 16 એપ્રિલ: બેંગલુરુની એક મહિલા બાઇક રાઈડરને 270 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અત્યારસુધીમાં 1.36 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં ઘણી વાર તેણી રોંગ સાઈડમાં બાઇક ચલાવતા કેદ થઈ છે. મેટ્રો શહેરોમાં સીસીટીવી સાથે નિયમો લાગુ કરવામાં આવે છે. આ અજીબો-ગરીબ ઘટનામાં, બેંગલુરુની મહિલા બાઇક સવારે તાજેતરમાં ટ્રાફિકના નિયમોનો નિયમિતપણે ભંગ કર્યા પછી એક મોંઘો પાઠ શીખ્યો છે. આ મહિલા જેની ઓળખ થઈ ચૂકી છે તેના તાજેતરના ટ્રાફિક નિયમ ઉલ્લંઘનની વાત કરીએ તો, તેણી હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટર ત્રણ સવારી ચાલવતી જોવા મળી હતી, તેને અત્યારસુધીમાં 1.36 લાખ રૂપિયાના ચલણ સોંપવામાં આવી ચૂક્યા છે.
TV9 કન્નડાએ તેની યુટ્યુબ ચેનલ પર CCTV ફૂટેજની તસવીરો શેર કરી છે. મહિલા રાઇડરે 270 વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેથી તેણીનું એક્ટિવા સ્કૂટર પણ સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. અહેવાલો મુજબ, આ નિયમોના ઉલ્લંઘનોમાં હેલ્મેટ વિના સવારી કરવી, હેલ્મેટ વિના પીલિયન સવાર(બાઇકમાં પાછળ બેઠેલ વ્યક્તિ)ને લઈ જવું, રસ્તાની ખોટી બાજુએ સવારી કરવી, સવારી કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો અને ટ્રાફિક સિગ્નલ ભંગ કરવાનો સમાવેશ થાય છે. આ ઉલ્લંઘનો શહેરની અંદર તેના સામાન્ય માર્ગ પર ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
ઉલ્લંઘન પર લાદવામાં આવેલા ભારે દંડની રકમ અવિચારી સવારીનાં પરિણામોનું સ્પષ્ટ રીમાઇન્ડર આપે છે. આનાથી CCTV મોનિટરિંગનું મહત્ત્વ પણ પ્રકાશમાં આવે છે જે ટ્રાફિકની સ્થિતિ પર નજર રાખવા અને ઉલ્લંઘન કરનારાઓને ડિજિટલ માધ્યમોની મદદથી દંડ કરવા માટે અપનાવવામાં આવ્યું છે, કારણ કે ટ્રાફિક અધિકારીઓ કાયદો તોડનારાઓ સાથે વ્યવહાર કરવા માટે રસ્તાઓ પર હાજર રહે છે. તે ઉપરાંત, કોઈપણ ટુ-વ્હીલર ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ કારણ કે તે કોઈ પણ દુર્ઘટનાના કિસ્સામાં સવારોને જીવલેણ ઈજાઓથી બચાવવા માટે એક મહત્ત્વપૂર્ણ ગિયર છે.
બીજી બાજુ, ગુનેગાર માટે, ભારે ચલણએ હજુ પણ જોખમો ઉઠાવવવા કરતાં વધુ સારું છે કારણ કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો તે મહિલા માટે અને અન્ય વાહનચાલકો માટે જીવલેણ બની શકે છે અને ભારતીય રસ્તાઓ પર દર વર્ષે થતી જાનહાનિની સંખ્યામાં વધારો કરી શકે છે.
આ પણ જુઓ: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા 2 આરોપીની ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા