ગુજરાત

ગુજરાતના આ સુંદર બીચ લુપ્ત થવાને આરે, રિપોર્ટમાં થયો ખુલાસો

Text To Speech
  • ગુજરાતના સુંદર દરિયા કિનારાના બીચ ખતરામાં
  • શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે નામશેષ કે ગાયબ થઈ જશે
  • દરિયાકાંઠાનું ધોવાણ થયું હોવાનું સરકારે પણ સ્વીકાર્યું 

રાજ્યસભામાં કોંગ્રેસે ગુજરાતના સુંદર દરિયા કિનારાના સુંદર બીચ ખતરામાં હોવાનું કહ્યું હતું. જેમાં ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે નામશેષ કે ગાયબ થઈ જશે તેમ જણાવવામાં આવ્યુ હતુ. આ બીચ પર 32 હજાર 692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે.જ્યારે 2 હજાર 396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ છે.

શિવરાજપુર બીચ આવનારા દિવસોમાં ગાયબ થઈ જશે

ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે ગાયબ થઈ જશે તેવો ખુલાસો કરવામા આવ્યો છે.આ બીચના 32 હજાર 692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે 2 હજાર 396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયેલો છે. તેમજ દેશમાં સૌથી વધારે ગુજરાતમાં 537.5 કિલોમીટરના દરિયાકાંઠાનું ધોવાણ થયું હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે.

શિવરાજપુર બીચ -humdekhengenews

ગુજરાતના વિવિધ બીચ નામશેષ થવાના આરે

ગુજરાતના બીચને લઈને કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા હતા. જેમા કોંગ્રેસે ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે ગાયબ થઈ જશે તેમ જણાવ્યુ હતુ. રાજ્યસભાના એક સવાલના જવાબમાં ગાયબ થતાં બીચમાં ગુજરાતનો બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ નામશેષ થવાના આરે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મુજબ આખા દેશમાંથી સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્યનો કાંઠો ખતરામાં છે.

શિવરાજપુર બીચ -humdekhengenews

કોંગ્રેસે ગુજરાતના બીચને લઈને કર્યા આક્ષેપ

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામશેષ થવાની દિશામાં છે.અને શિવરાજપુર બીચ 32692.74 સ્ક્વેર મીટર વિસ્તાર ધોવાણ હેઠળ છે અને 2396.77 સ્ક્વેર મીટરના વિસ્તારમાં કાંપ-કીચડ અને કચરાથી ભરાઈ રહ્યો છે. તેમજ રાજ્યના અન્ય બીચપણ ખતરામાં હોવાનું જણાવ્યુ હતું. કેન્દ્ર સરકારનો સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવામાં નિષ્ફળ નિવળી છે.

આ પણ વાંચો : સુરત : રખડતા શ્વાનને કારણે 62 વર્ષીય વૃદ્ધનું મોત, ચાર માસ અગાઉ શ્વાને કર્યો હતો હુમલો

Back to top button