મુંબઈના આ બીચ દેશ-વિદેશમાં છે પ્રખ્યાત, પરિવાર સાથે માણો મજા
- મુંબઈના બીચ ફક્ત દેશમાં નહિ, વિદેશમાં પણ ફેવરિટ છે, અહીં અનેક બીચ પર તમને વિદેશી લોકો મળી આવશે. વિદેશી સહેલાણીઓ માટે પણ તે આકર્ષણનું કેન્દ્ર છે
HD ન્યુઝ ડેસ્કઃ દરિયા કિનારે બેસીને ઉછળતા મોજા જોવા અને પ્રકૃતિમાં ખોવાઈ જવું કોને ન ગમે? વાદળી સમુદ્ર અને તેની સાથે સફેદ રેતી આપણી આંખોને ઠંડક આપે છે. આવાજ કેટલાક બીચ તમને મુંબઈમાં મળી આવશે. મુંબઈના કેટલાક પ્રખ્યાત બીચ વિશે જાણો અને ફેમિલી સાથે તેની મજા માણો
જુહુ બીચ
જુહુ બીચ મુંબઈનો સૌથી લાંબો બીચ છે. તેભારતનો સૌથી પ્રખ્યાત બીચ છે. જુહુનું શાંતિપૂર્ણ વાતાવરણ અને અહીં ઉપલબ્ધ સ્ટ્રીટ ફૂડ પ્રવાસીઓને આકર્ષે છે. જુહુ બીચ મુંબઈનું એક એવું પર્યટન સ્થળ છે જે સ્થાનિક લોકોની સાથે-સાથે પ્રવાસીઓમાં પણ ઘણું પ્રિય છે. દરરોજ હજારો પ્રવાસીઓ તેમના પરિવાર, મિત્રો અથવા પ્રિયજન સાથે અહીં આવે છે.
મનોરી બીચ
મનોરી બીચ મુંબઈથી માત્ર 36 કિમી દૂર છે, પરંતુ લોકપ્રિયતાની બાબતમાં તે જરાય ઉતરતો નથી. તે શહેરની નજીકનો સૌથી સુંદર બીચ છે. તેને મિની ગોવા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમને વિવિધ પ્રકારના ડાઈનિંગ રેસ્ટોરાં, સ્વિમિંગ તેમજ બોટિંગનો નજારો જોવા મળશે. વીકેન્ડ પર અહીં ઘણા મુંબઈવાસીઓ તેમના પરિવાર સાથે આવવાનું પસંદ કરે છે. કારણ કે તે શહેરની ધમાલથી દૂર છે. મોટાભાગના લોકો અહીં તેમના પરિવાર અથવા મિત્રો સાથે પિકનિક મનાવવા આવે છે. અહીં તમે મહારાષ્ટ્રના લોકલ ફૂડની પણ મજા માણી શકો છો.
અલીબાગ
મુંબઈવાસીઓ માટે તે પરફેક્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. તે મુંબઈથી 92 કિમીના અંતરે આવેલું છે. અહીંની રેતી કાળી છે જેના કારણે ઘણા લોકો આ બીચ પર ફરવા આવે છે. અલીબાગ બીચની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી માર્ચ છે. આ બીચ પર તમે કોલાબા ફોર્ટ સુધી બોટ રાઈડ, કાઈટ સર્ફિંગ અને પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝનો આનંદ પણ લઈ શકો છો.
આ પણ વાંચોઃ મોનસૂનમાં મહાબળેશ્વર ફરવાનો ખાસ બનાવો પ્લાન, આ જગ્યાની લો મુલાકાત