ખોટી ડિગ્રી પર નોકરી અને વિદેશ જવામાં સમગ્ર ગુજરાતમાં આ વિસ્તાર છે મોખરે !
ગુજરાતમાં જે રીતે હાલ સરકારી ભરતી પરીક્ષાઓમાં ફોર્મ ભરાઈ રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં બેરોજગાર યુવાનોની સંખ્યા પણ ઘણી મોટી છે. તેમાં પૈસાદાર વિદ્યાર્થીઓ જોડે વિદેશ જવાના અથવા તો નકલી ડિગ્રી સાથે નોકરી જેવા વિકલ્પ મળી રહે છે પરંતુ ગરીબ અને મધ્યમવર્ગી વિદ્યાર્થિઓનું ભવિષ્ય આવા લોકોના લીધે ડામાડોળ થતુ દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં નોકરી ના મળે તો તેમના માટે બીજો વિકલ્પ હંમેશા ખુલ્લો જ રહે છે અને બીજા વિકલ્પમાં આ લોકો 25 થી 35 લાખ રૂપિયા ખર્ચીને વિદેશ ગમન કરી લે છે. આ કોઈ નવી વાત નથી સમયંતરે આવા કેસો સામે આવે જ છે પણ કોઈ કડક પગલા ના ભરવાના કારણે આવા લોકોને તંત્રનો કોઈ પણ ડર નથી અને ખુલ્લેઆમ આજે આ ધંધો ચલાવી રહ્યા છે. ભૂતકાળમાં પણ અમદાવાદ એરપોર્ટ પરથી આવા લોકો પકડાયા પણ છે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષા હજુ જાહેર થાય તે પહેલા જ ‘પેપર’ની તોડબાજી શરૂ થઈ ?
ખોટી ડીગ્રી પર નોકરીની વાત કરીએ તો ગુજરતમાં ભૂતકાળમાં તેવા લોકો પણ પકડાયા છે. વર્તમાનમાં સમયમાં કેટલાય એજન્ટો હાલ બજારમાં એક્ટીવ મોડ પર છે અને આ ધંધો કરી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની કેટલીક યુનિવર્સીટીઓના સર્ટીફીકેટના ભાવ 90,000 થી લઈને 3,50,000 સુધીના અલગ અલગ ડીગ્રી પ્રમાણે અલગ અલગ ભાવો છે. જો તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો કેટલાય મોટા નામ અને પેપર લીક કાંડ ના મુળિયા સુધી પહોંચી શકાય તેમ છે.
આ પણ વાંચો : ગુજરાતના યુવાનોમાં દારૂ સિવાય અન્ય માદક પદાર્થોનું સેવન વધ્યું, ચાની કિટલીઓ પર વેચાણ !