આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

અદાણી ગ્રુપને અમેરિકન એજન્સી 553 મિલિયન ડૉલરનું ભંડોળ આપશે

  • અમેરિકન એજન્સી અદાણી પોર્ટ અને સેઝના સંયુક્ત સાહસને ભંડોળ આપશે
  • આ ભંડોળ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ કરશે

મુંબઈઃ ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે મોટા સમાચાર આવ્યા છે. આ સમાચાર અદાણી ગ્રુપના શ્રીલંકાની રાજધાનીમાં ચાલી રહેલા પોર્ટ પ્રોજેક્ટને લગતા છે. આ પ્રોજેક્ટ માટે અમેરિકા અદાણી ગ્રુપને 553 મિલિયન ડોલર એટલે કે 4600 કરોડ રૂપિયા આપશે. અમેરિકાના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) એ જાહેરાત કરી છે કે તે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ (CWIT) ને 553 મિલિયન અમેરિકન ડૉલરનું ભંડોળ પૂરું પાડશે. અદાણી પોર્ટ્સ, શ્રીલંકાના અગ્રણી એન્ટરપ્રાઇઝ જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીનો સમાવેશ કરતું અદાણી જૂથનું આ સંયુક્ત સાહસ છે. કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડમાં ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને SEZની મહત્ત્વની ભૂમિકા છે.

 

અર્થતંત્રને પાટા પર લાવવામાં પણ મદદ કરશે

અદાણી ગ્રુપ કોલંબોમાં ડીપ વોટર વેસ્ટ કન્ટેનર ટર્મિનલ બનાાવી રહ્યું છે. જેમાં અમેરિકાની સરકારી એજન્સી કરોડોનું ફંડિંગ આપી રહી છે. આ અમેરિકન સરકારી એજન્સીનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે. આ પ્રસંગે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના ડિરેક્ટર અને CEO કરણ અદાણીએ કહ્યું કે અમે અમેરિકન ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનના સહયોગનું સ્વાગત કરીએ છીએ. અમે અદાણી પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા અમારા અભિગમને પુનઃ પુષ્ટિ કરવાના રૂપમાં જોઈએ છીએ.

તેમણે કહ્યું કે, આ ભંડોળ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં પણ મદદ કરશે. DFC એ અમેરિકન સરકારની ડેવલપમેન્ટ ફાઇનાન્સ એજન્સી છે જે વિકાસશીલ વિશ્વનો સામનો કરી રહેલા સૌથી વધુ દબાણયુક્ત પડકારોને ઉકેલવામાં મદદ કરવા માટે ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે. તે એનર્જી, હેલ્થકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર અને લઘુ સહિતના તમામ ક્ષેત્રોમાં રોકાણ કરે છે.

કોલંબો પોર્ટ મહત્ત્વનો છે

કોલંબો બંદર હિંદ મહાસાગરમાં સૌથી મોટું અને સૌથી વ્યસ્ત ટ્રાન્સશિપમેન્ટ બંદર છે. તે 2021 સુધીમાં 90 ટકાથી વધુ ઉપયોગ પર કાર્યરત છે જે તેનું મહત્ત્વ દર્શાવે છે. નવું ટર્મિનલ બંગાળની ખાડીમાં વિકસતી અર્થવ્યવસ્થાને સેવા આપશે એમ અહેવાલમાં જણાવાયું છે.

આ પણ વાંચો, ડાયાબિટીસ હોય તો પણ દિવાળી પર મીઠાઈ ખાવાથી ન ડરશો, આ રહી મીઠ્ઠી ટિપ્સ

Back to top button