ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ એર હોસ્ટેસે સોનાની દાણચોરીનો એવો રસ્તો અપનાવ્યો કે જાણીને…

Text To Speech
  • એર હોસ્ટેસ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં છૂપાવીને લાવી સોનું! તલાશી લેતા સુરક્ષા અધિકારીઓ થઈ ગયા આશ્ચર્યચકિત 

કન્નુર, 31 મે: કેરળના કન્નુર એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની એર હોસ્ટેસ (Cabin Crew) પાસેથી આજે શુક્રવારે લગભગ એક કિલોગ્રામ સોનું મળી આવ્યું છે. આ પછી પોલીસે તેણીને કસ્ટડીમાં લીધી હતી. એર હોસ્ટેસ કથિત રીતે આ સોનું તેના પ્રાઈવેટ પાર્ટ (Rectum)માં છુપાવીને મસ્કતથી લાવી રહી હતી. મળતી માહિતી મુજબ, તેણી આ પહેલા પણ ઘણી વખત આ રીતે સોનાની દાણચોરી કરી ચૂકી છે. DRI કોચીનની ખાસ બાતમીના આધારે એર હોસ્ટેસને પકડી લેવામાં આવી હતી.

એર હોસ્ટેસનું નામ સુરભી ખાતૂન હોવાનું કહેવાય છે, જે કોલકાતાની રહેવાસી છે અને મસ્કતથી કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર હતી, જેની પાસેથી લગભગ 960 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી સુરભી ખાતૂનને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને તેને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવી હતી.

સુરક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત

અહેવાલ અનુસાર, બાતમીના આધારે DRI કન્નુરની ટીમે એક એર હોસ્ટેસની ધરપકડ કરી હતી. પ્રાઈવેટ પાર્ટમાં સોનું જે આકારમાં રાખવામાં આવ્યું હતું તે જોઈને એરપોર્ટ સુરક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોનાને આકાર આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. એર હોસ્ટેસે તેના પ્રાઈવેટ પાર્ટમાં પુરૂષોના ગુપ્તાંગના આકારમાં સોનું રાખ્યું હતું.

ભારતમાં આવો પહેલો કિસ્સો બન્યો

સૂત્રોનો દાવો છે કે, ભારતમાં આ પહેલો આવો કિસ્સો છે જ્યારે કોઈ એરલાઈન ક્રૂ મેમ્બર દ્વારા તેના પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને દાણચોરી કરવામાં આવી અને તેને પકડી પાડવામાં આવી હોય.

આ પણ જુઓ: 100 ટન સોનાની ‘ઘર વાપસી’: RBIએ બ્રિટનની સેન્ટ્રલ બેંકમાંથી વર્ષોથી જમા કરેલું સોનું મેળવ્યું

Back to top button