બોલો, જામીન પર છૂટેલા કેજરીવાલને આ નેતાએ ભગવાન રામ સાથે સરખાવી દીધા!
- જામીનની શરતોને આધારે સત્તા પર રહેવાનું શક્ય નહીં હોવાથી કેજરીવાલે મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: શરાબ કૌભાંડમાં જામીન પર છૂટેલા સીએમ અરવિંદ કેજરીવાલને તેમના પક્ષના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે સીધા ભગવાન રામ સાથે સરખાવી દીધા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બે દિવસ પહેલાં બહાર આવ્યા છે.
જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી આકરી શરતો અનુસાર સત્તા પર રહીને હોદ્દો સંભાળવાનું શક્ય નહીં હોવાથી જેલમાંથી બહાર આવ્યા બાદ ગઈકાલે રવિવારે કેજરીવાલે મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. હવે AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આજે સોમવારે આ સમગ્ર મામલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના આ સંબોધનમાં સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલની તુલના ભગવાન રામ સાથે કરી દીધી. તેમણે કહ્યું કે, ગઈ કાલે દિલ્હીમાં જે કંઈ થયું તેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. AAPની PAC બેઠક આજે સાંજે યોજાશે.
#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj says, “It has never happened in history that a sitting Chief Minister, after coming out of jail, is himself announcing that if you consider me honest, then vote for me… This will be the first election in the country, in… pic.twitter.com/INkLP8sl3N
— ANI (@ANI) September 16, 2024
ત્રેતાયુગ પછી આવું પહેલીવાર બન્યું: સૌરભ ભારદ્વાજ
સૌરભ ભારદ્વાજે કહ્યું કે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હતું કે ત્રેતાયુગમાં ભગવાન રામે સંજોગોને કારણે સિંહાસનનો ત્યાગ કર્યો હતો અને 14 વર્ષ માટે વનવાસ પર ગયા હતા. જેના કારણે અયોધ્યાના લોકો પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. આ પછી તેમનું સિંહાસન મેળવનાર ભરતે પણ ભગવાન રામના ચરણપાદુકાને સિંહાસન પર રાખીને શાસન કર્યું. હવે ભગવાન રામ અને હનુમાનજીના ભક્ત અરવિંદ કેજરીવાલે પણ આવું જ કરીને રાજીનામું આપી દીધું છે અને કહ્યું છે કે,હવે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે જનતા તેમને ફરીથી ચૂંટશે અને જવાબદારી સોંપશે. ‘આપ’ નેતાએ કહ્યું કે ભગવાન રામ સાથે કેજરીવાલની કોઈ સરખામણી ન થઈ શકે. તેઓ ભગવાન હતા. કેજરીવાલ ભગવાન રામ અને તેમના પરમ ભક્ત હનુમાનજીના ભક્ત છે. પરંતુ ત્રેતાયુગ પછી આવું પહેલીવાર બન્યું છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે. રાજીનામું સ્વીકારાયા બાદ ધારાસભ્યોની બેઠક મળશે જેમાં નેતાઓની પસંદગી કરવામાં આવશે. અને તેઓ ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
કોર્ટે અરવિંદ કેજરીવાલને કઈ શરતો પર આપ્યા જામીન?
- અરવિંદ કેજરીવાલ ન તો મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે કે ન તો સચિવાલય.
- કોઈપણ સરકારી ફાઇલ પર જ્યાં સુધી તે કરવું જરૂરી ન હોય ત્યાં સુધી સહી નહીં કરે.
- તમારી ટ્રાયલ અંગે કોઈ જાહેર નિવેદન અથવા ટિપ્પણી કરશો નહીં.
- કોઈપણ સાક્ષી સાથે કોઈપણ વાત નહીં કરો.
- આ કેસ સાથે સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલ જોઈ શકાશે નહીં.
- જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.
આ પણ જૂઓ: શું ગઠબંધનની મોદી સરકાર 5 વર્ષ સુધી ચાલશે? જાણો આ પ્રશ્નનો ગડકરીએ શું જવાબ આપ્યો