કાશ્મીરમાં ત્રીજો આતંકી હુમલો! ડોડામાં પોલીસ ચોકી પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર
- આતંકવાદીઓ આ વખતે ડોડામાં પોલીસ અને સેનાની અસ્થાયી ચોકીને નિશાન બનાવી
જમ્મુ-કાશ્મીર, 12 જૂન: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી આતંકી હુમલાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં આતંકવાદીઓએ એક પોસ્ટ પર ગોળીબાર કર્યો છે. જેના પર પોલીસ પણ જવાબી કાર્યવાહી કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જિલ્લાના ચતરગલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો આ ત્રીજી હુમલો છે, આ વખતે તેમણે ડોડામાં પોલીસ અને સેનાની અસ્થાયી ચોકીને નિશાન બનાવી છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.
#WATCH | Jammu and Kashmir: Search operation underway in Bhaderwah, Doda as an encounter is underway between security forces and terrorists in Chattargala area of Doda.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/AyaBVYQDXR
— ANI (@ANI) June 12, 2024
#WATCH | Jammu and Kashmir: Follow-up search operation underway after the terror attack in Kathua’s Hiranagar last night.
Out of two terrorists, one was neutralised last night in an encounter. Search operations to nab the other terrorists are underway. The security forces have… pic.twitter.com/uMD7CfRKWD
— ANI (@ANI) June 12, 2024
હુમલામાં 2 જવાન ઘાયલ થયા
અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે, જિલ્લાના ચતરગલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. અત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ડોડામાં થયેલા આ આતંકી હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા છે, જ્યારે આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લામાં ગઈકાલે સાંજે ઈન્ટરનેશનલ બોર્ડર (IB) નજીકના એક ગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓના હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો.
#WATCH | Jammu and Kashmir: On three terror attacks in Jammu and Kashmir, ADGP Anand Jain says, “It is our hostile neighbour who always tries to damage the peaceful environment in our country. This (Hiranagar Terror attack) appears to be a fresh infiltration. The one terrorist… pic.twitter.com/1jLB32tbpz
— ANI (@ANI) June 12, 2024
#WATCH | Doda, J&K: Injured being brought to the Sub District Hospital Bhaderwah as an encounter is underway between security forces and terrorists in the Chattargala area of Doda. pic.twitter.com/BxXaus49Qd
— ANI (@ANI) June 11, 2024
પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો
તે જ સમયે, પોલીસે કહ્યું કે, કઠુઆ ઓપરેશનમાં સુરક્ષા દળોએ એક શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. હાલમાં જ રવિવારે પોની વિસ્તારના તેરાયથ ગામ પાસે શિવ ઘોડી મંદિરથી કટરા જઈ રહેલી ભક્તોથી ભરેલી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ દરમિયાન એડીજીપી જમ્મુએ ટ્વીટ કર્યું કે, “અમારા ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયા પર મોટી માત્રામાં નકલી સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ખોટા અહેવાલો દાવો કરે છે કે, એક ચોક્કસ જગ્યાએથી ત્રણ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે અને આતંકવાદીઓએ કેટલાક ગ્રામજનોને બંધક બનાવ્યા છે. અમે લોકોને શાંત રહેવા અને આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરીએ છીએ, તો આવતીકાલે જમ્મુ શહેરમાં આ ખોટી માહિતી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ પણ જુઓ: પોલીસ વિભાગમાં હવે DGP જ કરી શકશે કર્મચારીઓ તથા અધિકારીઓની બદલી