લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન, 25 બેઠક પર 266 ઉમેદવાર મેદાનમાં
- મતદાન માટે 49,140 સીયુ યુનિટનો ઉપયોગ થશે
- રાજ્યમાં 1534 થર્ડ જેન્ડર મતદાર છે
- રાજયમાં 4 કરોડ 97 લાખ મતદાર મતદાન કરશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયુ છે. જેમાં 25 બેઠક પર 266 ઉમેદવાર મેદાનમાં છે. ગુજરાતમાં 50,788 મતદાન મથક છે. સુરત બેઠક પહેલાથી જ ભાજપ બીનહરીફ જીતી ચૂકયુ છે. તેમજ રાજયમાં 175 આદર્શ મતદાન મથક છે તથા રાજયમાં ભરુચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદાર છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદ આવ્યા
રાજયમાં 4 કરોડ 97 લાખ મતદાર મતદાન કરશે
ઉલ્લેખનીય છે કે શહેરોમાં 17,275 મતદાન મથક પર મતદાન થશે. ગ્રામ્ય વિસ્તારમાં 33,513 મતદાન મથક પર મતદાન યોજાશે. તેમજ 24,893 મતદાન મથક પરથી વેબ કાસ્ટીંગ થશે. તથા 25 બેઠક પર 266 ઉમેદવાર મેદાનમાં છે. 247 પુરુષ અને 19 મહિલા ઉમેદવાર મેદાનમાં છે. તથા અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો છે. બારડોલી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવાર છે. અમદાવાદ પૂર્વ બેઠક પર બે BU યુનિટ લાગશે. રાજયમાં 4 કરોડ 97 લાખ મતદાર મતદાન કરશે. તથા રાજયમાં 2 કરોડ 56 લાખ જેટલા પુરુષ મતદાર છે. રાજયમાં 2 કરોડ 41 લાખ જેટલી મહિલા મતદાર છે.
રાજ્યમાં 1534 થર્ડ જેન્ડર મતદાર છે
રાજ્યમાં 1534 થર્ડ જેન્ડર મતદાર છે. તથા રાજયમાં ભરુચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદાર છે. રાજયમાં નવસારી બેઠક પર સૌથી વધુ 22,23,550 મતદાર છે. તથા વિસ્તારની રીતે કચ્છ સૌથી મોટી લોકસભા બેઠક છે. વિસ્તારની રીતે અમદાવાદ પશ્વિમ સૌથી નાની લોકસભા બેઠક છે. સો વર્ષથી વધુ વયના શતાયુ મતદારો 10036 છે. તેમજ 18-19 વર્ષના યુવા મતદારોની સંખ્યા 12,20,438 છે. તેમજ મતદાન માટે 50,960 બેલેટ યુનિટનો ઉપયોગ થશે. તથા મતદાન માટે 49,140 સીયુ યુનિટનો ઉપયોગ થશે. મતદાન માટે 49,140 વીવીપેટ યુનિટનો ઉપયોગ થશે.