ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 415 ઉમેદવારોનું ભાવિ દાવ પર

  • ત્રીજા અને અંતિમ તબક્કામાં 5060 મતદાન મથકો પર 39.18 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર 

શ્રીનગર, 01 ઓક્ટોબર: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મંગળવારે મતદાન થઈ રહ્યું છે. અગાઉના બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. આ તબક્કામાં, 5,060 મતદાન મથકો પર 39.18 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. ત્રીજા અને અંતિમ તબક્કામાં જમ્મુ ક્ષેત્રના જમ્મુ, ઉધમપુર, સાંબા અને કઠુઆ જિલ્લાઓ અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડા જિલ્લાઓમાં કુલ 40 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે.

 

ઓગસ્ટ 2019માં આર્ટીકલ 370 નાબૂદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે, જેના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં કુલ 40 બેઠકો દાવ પર છે, જેમાં જમ્મુ ક્ષેત્રની 24 બેઠકો અને કાશ્મીર વેલીની 16 બેઠકોનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ વોટ કરવાની કરી અપીલ 

જમ્મુ-કાશ્મીરમાં મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, ‘જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનનો ત્રીજો અને છેલ્લો તબક્કો છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના પર્વને સફળ બનાવવા આગળ આવીને પોતાનો મત આપે. મને વિશ્વાસ છે કે જે યુવા મિત્રો પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે તે સિવાય મતદાનમાં મહિલા શક્તિની પણ વધુ ભાગીદારી હશે.

કાશ્મીરની આ બેઠકો પર મતદાન

કાશ્મીર વિભાગની 16 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં કુપવાડા જિલ્લાના કરનાહ, ત્રેધમ, કુપવાડા, લોલાબ, હંદવાડા અને લંગેટ. બારામુલ્લા જિલ્લાના સોપોર, રફિયાબાદ, ઉરી, બારામુલ્લા, ગુલમર્ગ, વાગુરા-ક્રીરી અને પટ્ટન. સાથે જ બાંદીપોરા જિલ્લાની સોનાવારી, બાંદીપોરા, ગુરેઝ (ST) બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણીના જિલ્લાઓમાં કુલ 5 હજાર 60 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 50 મતદાન મથકોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, જે ગુલાબી મતદાન મથકો તરીકે ઓળખાય છે, 43 મતદાન મથકોનું સંચાલન વિશિષ્ટ રીતે વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે અને 40 મતદાન મથકોનું સંચાલન યુવાનો દ્વારા કરવામાં આવે છે.

આ દિગ્ગજોનું ભાવિ EVMમાં થશે કેદ 

આજે 1 ઓક્ટોબર અને મંગળવારે યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનમાં ઘણા VIP ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ જશે. જેમાં નગરોટાના ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર સિંહ રાણા, આરએસ પુરાના પૂર્વ મંત્રી રમણ ભલ્લા, ઉસ્માન માજીદ (બાંદિપુરા), નઝીર અહેમદ ખાન (ગુરેઝ), તાજ મોહિઉદ્દીન (ઉરી), બશારત બુખારી (વાગુરા-ક્રીરી), ઈમરાન અંસારી (પટ્ટન) , ગુલામ હસન મીર (ગુલમર્ગ), ચૌધરી લાલ સિંહ (બસોહલી), રાજીવ જસરોટિયા (જસરોટા), મનોહર લાલ શર્મા (બિલાવર), શામ લાલ શર્મા અને અજય કુમાર સધોત્રા (જમ્મુ ઉત્તર), મુલા રામ (મઢ), ચંદ્ર પ્રકાશ ગંગા અને મંજીત સિંહ (વિજાપુર), તારા ચંદ (છંબ), એન્જિનિયર રશીદના ભાઈ શેર ખુર્શીદ (લેંગેટ), સજ્જાદ લોન (કુપવાડા), દેવ સિંહ (ચેનાની) અને અન્ય ઘણા પ્રખ્યાત ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે.

આ પણ જૂઓ: VIDEO: કૈથલમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના નેતાને આપી ધમકી, ‘મર્યાદામાં રહીને ચૂંટણી લડો, નહીં તો’

Back to top button