ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

દેશમાં ‘મંકીપોક્સ’નું સંકટ, કેરળમાં નોંધાયો વધુ એક કેસ

Text To Speech

છેલ્લા કેટલાક સમયથી દેશમાં મંકીપોક્સ વાયરસનું જોખમ વધી ગયું છે. તેની વચ્ચે કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં વધુ એક કેસની પુષ્ટિ થયા બાદ અત્યાર સુધીમાં આ ચેપના ત્રણ કેસની પુષ્ટિ થઈ છે. આ જાણકારી કેરળના સ્વાસ્થ્ય મંત્રીએઆપી છે.

સંયુક્ત આરબ અમીરાતથી આવેલો વ્યક્તિ સંક્રમિત

35 વર્ષીય વ્યક્તિ આ મહિને સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરીને કેરળ પરત ફર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દર્દી મલ્લપુરમનો રહેવાસી છે, જે 6 જુલાઈના રોજ વિદેશ પ્રવાસેથી પરત આવ્યો હતો. દર્દીની મંજેરી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે. કેરળમાં કોલ્લમમાં સૌપ્રથમ એક દર્દીની ઓળખ કરવામાં આવી હતી, જે 12 જુલાઈના રોજ યુએઈની મુસાફરી કરીને પરત ફર્યો હતો. તેના સેમ્પલ પૂણેમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં તેનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું.

monkeypox

કેસ વધતા કેન્દ્ર સરકાર એલર્ટ

દેશમાં આ પહેલા મંકીપોક્સના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે સૂચના જાહેર કરીને કહ્યું છે કે એરપોર્ટ અને બંદરો પર વિદેશથી આવતા તમામ મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને નજીકથી દેખરેખ રાખવામાં આવે. આ માટે, કેન્દ્રએ રાજ્ય સરકારોને એરપોર્ટ પર મુસાફરોની આરોગ્ય તપાસ પર કડક નજર રાખવા માટે પણ સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે કેરળના કન્નુરનો એક 31 વર્ષીય વ્યક્તિ સોમવારે મંકીપોક્સથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. ભારતમાં મંકીપોક્સ વાયરસનો આ બીજો કેસ છે. 12 જુલાઈના રોજ આ વ્યક્તિ દુબઈથી કર્ણાટકના મેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યો હતો. રોગના લક્ષણો દર્શાવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેમાં મોકલવામાં આવ્યા હતા, તેણે જણાવ્યું કે તપાસ દરમિયાન તે વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો.

Back to top button