ઈમરાન ખાનને એક અઠવાડિયામાં ત્રીજો મોટો ઝટકો, હવે આ કેસમાં થઈ 7 વર્ષની જેલની સજા
પાકિસ્તાન, 3 ફેબ્રુઆરી: પાકિસ્તાન(Pakistan)માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાવલપિંડીની એક કોર્ટે શનિવારે ઈમરાન ખાન અને બુશરા બીબીને(Bushra Bibi) 7-7 વર્ષની જેલની(jail) સજા ફટકારી છે. આ નિર્ણય ઇદ્દત(Iddat) દરમિયાન લગ્ન સાથે જોડાયેલા કેસમાં આપવામાં આવ્યો છે.
ઈમરાન અને બુશરા બીબીના લગ્ન ગેર-ઈસ્લામિક(Un-Islamic) છે
કોર્ટે ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્નને ગેર-ઈસ્લામિક ગણાવ્યા છે. કોર્ટે આ નિર્ણય બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાની(Khawar Farid Maneka) ફરિયાદ પર આપ્યો છે. નોંધનીય છે કે આ અઠવાડિયે ઈમરાન ખાનને સાયફર કેસમાં 10 વર્ષની અને તોશાખાના કેસમાં 14 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા જ ઈમરાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ઈમરાનની પાર્ટી ચૂંટણી ચિન્હ વગર મેદાનમાં
પહેલેથી જ, ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) તેના ચૂંટણી ચિન્હ (BAT) વગર ચૂંટણી લડી રહી છે. પાર્ટીનો પાયો નાખનાર ઈમરાન પોતે જેલના સળિયા પાછળ છે. હાલમાં તેઓ રાવલપિંડીની અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે. અહેવાલ પ્રમાણે સાયફર કેસમાં તેમને ઓફિશિયલ ઈન્ટેલિજન્સ એક્ટ હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભસી શકે એવા કાર્યકરને બૂથ સોંપવું જોઈએઃ મલ્લિકાર્જુન ખરગેએ ભાંગરો વાટ્યો