ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ફિલ્મી સ્ટાઈલમાં ચાલતી ટ્રકમાંથી કરી ચોરી, વીડિયો થયો વાયરલ

શાજાપુર, 25 મે: ચોરોની ઘણી ટોળકી છે જે પોતાની સ્ટાઈલમાં ચોરીને અંજામ આપે છે. કેટલાક ચોર ફિલ્મોથી ખૂબ પ્રભાવિત થાય છે અને તે જ સ્ટાઈલમાં ચોરી કરે છે. તાજેતરમાં, આગ્રા-મુંબઈ નેશનલ હાઈવે પર આવી જ એક ચોરીઓ જોવા મળી છે. ચોરો ચોરી કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચોર ફિલ્મી સ્ટાઈલમાં ચોરી કરી રહ્યા છે, ફિલ્મોના હીરો પણ તેમના એક્શન સામે ફિકા પડે એવા અંજાઝમાં ચોરો ચોરી કરી રહ્યા છે. ભાગ્યે જ કોઈએ આવી ફિલ્મ સ્ટાઈલમાં ચોરી જોઈ હશે.

ચોરીનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

ચોરીની આ ઘટના આગરા-મુંબઈ નેશનલ હાઈવે પર બની હતી. જ્યાં મોટરસાઇકલ પર સવાર ત્રણ પૈકી બે યુવકો ટ્રક પર ચઢી ગયા હતા અને ટ્રકની તાડપત્રી કાપીને માલસામાન ભરેલો બોક્સ નીચે ફેંક્યું હતું. તેની પાછળ તેનો એક સાથી મોટરસાઇકલ પર ટ્રકની પાછળ આવી રહ્યો હતો. બોક્સ નીચે ફેંક્યા બાદ ટ્રકનું કટિંગ કરનારા બંને ગુનેગારો મોટરસાઇકલ પર બેસી જાય છે. ટ્રકની પાછળ જઈ રહેલી કારમાં સવાર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

પોલીસની કામગીરી સામે પ્રશ્ન

શાજાપુર જિલ્લાના મક્સી અને શાજાપુરની વચ્ચે દિવસે દિવસે આવી ઘટનાઓ બને છે. જ્યારે ટ્રક ચાલકો ચોરીની ફરિયાદ કરે છે ત્યારે સ્થાનિક પોલીસ કેસ પણ નોંધતી નથી. ટ્રક કટીંગના આ લાઈવ વીડિયોએ ફરી એકવાર જિલ્લા પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.

ટ્રક ચાલકોએ હાઈવે બ્લોક કરી દીધો હતો

તાજેતરમાં આગ્રા મુંબઈ નેશનલ હાઈવે પર નૈનાવડ ખીણમાં બદમાશોએ એક ટ્રકમાંથી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે ટ્રક ચાલકની સતર્કતાના કારણે લૂંટારુઓ ચોરાયેલા બોક્સ લઈ જઈ શક્યા ન હતા. આ પછી ટ્રક ચાલકોએ રસ્તો રોકીને હંગામો મચાવ્યો હતો. લાલઘાટી પોલીસે ત્યાં પહોંચીને ટ્રાફિક જામ દુર કરાવ્યો હતો. આ હાઈવે પર રોજેરોજ ચોરીના બનાવો બની રહ્યા છે પરંતુ પોલીસ આવા મામલે કોઈ કાર્યવાહી કરી શકતી નથી.

પોલીસે શું કહ્યું આ મામલે?

આ મામલે માકસી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ભીમસિંહ પટેલનું કહેવું છે કે ચાલુ ટ્રકે ચોરીની ઘટના બની છે. ટ્રક કટીંગના મોટાભાગના કેસ દેવાસ અને તરાના પોલીસ સ્ટેશન વિસ્તારના છે. આ નવી ચોરીની ઘટના ક્યાં બની છે એની અમને જાણ નથી, ચોરીનો વીડિયો હજુ સુધી અમારા સુધી પહોંચ્યો નથી. તેમજ કોઇ વાહનચાલકે પણ ચોરીની કોઈ ફરિયાદ કરી નથી. વીડિયો મળ્યા બાદ અમે સંબંધિત વીડિયોની તપાસ કરીશું અને યોગ્ય પગલાં લઈશું.

આ પણ વાંચો: પુણે પોર્શ કાર કેસમાં સગીર આરોપીના દાદાની ધરપકડ: ડ્રાઈવરે કરી હતી ફરિયાદ

Back to top button