ગુગલ મેપની મદદથી ચોરી કરતા હતા ચોર, ક્રાઈમ બાંચે ઝડપી પાડ્યા, જાણો સમગ્ર ઘટના
- સુરતમાં બે એવા ચોર પકડાયા છે, કે જે માત્ર શાળા તેમજ કોલેજોમાં જ ચોરી કરતા હતા. આ ચોરો ગુગલ મેપના આધારે જગ્યા શોધતા હતા. અને પછી એ શાળા કે કોલેજમાં ચોરી કરતા હતા.
સુરત: પકડાયેલા બંને ચોર તમિલનાડુ રાજ્યની સાલેમ ગેંગના સભ્યો છે. ચોરી કરવા માટે બંને હાથમાં મોજા અને મોઢા પર વાંદરા ટોપી પહેરતા હતા. ધરપકડ કરાયેલા ચોરોના નામ પલાનીસ્વામી ઉર્ફે અન્ના કૌંદર અને પરમસિવમ ઉર્ફે તાંબી છે. બંનેની પૂછપરછ બાદ 18 ચોરીનો ખુલાસો થયો છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં વપરાયેલા સાધનો પણ કબજે કર્યા છે.
લાંબા સમયથી સુરત પોલીસ આ ચોરોને શોધી રહી હતી:
સુરત પોલીસ ઘણા સમયથી આ ચોરોને શોધી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટર મહિડાને આ ચોરો સુરત આવવાના સમાચાર મળ્યાની સાથે જ ક્રાઈમ બ્રાંચની ટીમે સુરત શહેરના સિંગણપુર હરિદર્શન કા ખાડા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો જ્યાં આ લોકો આવીને રોકાયા હતા.
આ પણ વાંચો: તથ્યએ બ્રેક જ ના મારી, છતાં ગાડી રોકાઈ ગઈ! જાણો કેવી રીતે
પોલીસે કર્યા 1 લાખ 22 હજાર રુપિયા કબજે:
બંને તમિલનાડુ રાજ્યના સાલેમ જિલ્લાના રહેવાસી છે. ધરપકડ બાદ બંને પાસેથી મંકી કેપ, સ્ક્રુડ્રાઈવર અને પ્લાસ્ટિક પણ મળી આવ્યું છે. તેની મદદથી બંને શાળા-કોલેજના દરવાજા ખોલીને ચોરીને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી 1 લાખ 22 હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે.
18થી વધુ ચોરીઓ સ્વીકારી:
બંનેની ધરપકડ સાથે સુરત શહેર અને સુરત જિલ્લા સહિત ગુજરાતની 18 અનડીટેકટ ચોરીઓ ઝડપાઈ છે. આ ઉપરાંત ચોરીના વધુ બનાવો પણ ઝડપાય તેવી શકયતા છે. તમિલનાડુની આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ ગુગલ દ્વારા શાળા-કોલેજો સર્ચ કરતા હતા અને સર્ચ કરીને તે સ્થળોએ પહોંચી જતા હતા. આ પછી બંને શાળા કોલેજની આસપાસના સ્થળોએ છુપાઈ જતા હતા અને રાત્રે ચોરી કરતા હતા અને સવારે ત્યાંથી ભાગી જતા હતા. બંનેએ ડીપીએસ અને રેડિયન્ટ સ્કૂલ સહિત સુરત શહેરની મોટી સ્કૂલ અને કોલેજોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં યુવક નોકરી પૂરી કરી જતા સમયે કાળનો કોળિયો બન્યો, ટ્રકચાલક યુવકને કચડી થયો ફરાર