ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં 25 કરોડનાં ઘરેણાં ચોરનારા બે જ દિવસમાં ઝડપાઈ ગયા

  • દિલ્હીના જ્વેલરી શો-રૂમમાં ગાબડું પાડી થયેલી ચોરીના કેસમાં મોટી સફળતા
  • પોલીસ દ્વારા ત્રણ ચોરોને છતીસગઢથી પકડી પાડવામાં આવ્યા
  • ચોરોના ઘરેથી સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત

દેશની રાજધાની દિલ્હીના જંગપુરા વિસ્તારમાં રવિવારે(24 સપ્ટેમ્બરે) જ્વેલરીના શોરૂમમાંથી 25 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પોલીસ દ્વારા શુક્રવારે(29 સપ્ટેમ્બરે) છત્તીસગઢમાંથી સોનાના દાગીના સાથે ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેનો માસ્ટરમાઇન્ડ પણ છે. ચોરો પાસેથી લગભગ 18 કિલો સોનું પણ મળી આવ્યું છે….

જ્વેલરી શો-રૂમમાંથી ચોરીના કેસમાં પોલીસને મળી સફળતા

જ્યારે પોલીસે આરોપીઓના ઠેકાણા પર દરોડો પાડ્યો ત્યારે ચાદર પર સોનું ફેલાયેલું જોઈને તેઓ દંગ રહી ગયા. તે ચાદર પર એટલા સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા કે તેનું વજન 18 કિલોથી વધુ હતું. જ્યારે પોલીસ દરોડો પાડવા પહોંચી ત્યારે આ દાગીના ચાદર, થેલી અને બોરીઓમાં સંતાડીને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ ચોરીના ગુનામાં આરોપીઓ પાસેથી કુલ 12.50 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. રવિવારે દક્ષિણ પૂર્વ દિલ્હીના જંગપુરા વિસ્તારમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના બની હતી. જેમાં ચોરોએ આખા શોરૂમનો સફાયો કરી નાખ્યો હતો અને આશરે સાડા અઢાર કિલો સોના-ચાંદીના દાગીના ઉપરાંત કિંમતી રત્નો અને હીરા સહિતની તમામ વસ્તુઓ ચોરો લઈ ગયા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જંગપુરામાં જ્વેલરી શોરૂમમાં ચોરીને અંજામ આપનાર માસ્ટર માઇન્ડે દક્ષિણ ભારતમાં પણ આવી અનેક મોટી ઘટનાઓને અંજામ આપ્યો હતો. રાજધાની દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી હતી.

દિલ્હી જ્વેલરી આરોપી

 

જ્વેલરી શો-રૂમના માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો

 

ચોરો પકડાઈ જતા દિલ્હીની ભોગાલ જ્વેલરી શો-રૂમના માલિકે પોલીસનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અમે તમામ પોલીસ અધિકારીઓના આભારી છીએ. જ્યાં સુધી ઘરેણાં (જે રિકવર કરવામાં આવ્યા છે તે) ન આવે ત્યાં સુધી અમે કશું વધુ કહી શકીએ નહીં, પરંતુ ફોટા પરથી અમે ઓળખી શકીએ છીએ કે તે અમારા દાગીના છે. દિલ્હી પોલીસ અને અન્ય રાજ્યોની પોલીસની અમે પ્રશંસા કરીએ છીએ.

 

આ પણ જાણો: પાકિસ્તાનના બલોચિસ્તાનમાં મસ્જીદ પાસે બોમ્બ બ્લાસ્ટ, 50થી વધુના થયાં મૃત્યુ

Back to top button