ટ્રેન્ડિંગમીડિયાવીડિયો સ્ટોરી

મહિલાની બેગ છીનવી ચોર ભાગ્યો, દૂત બનીને આવેલા કાર ચાલકે ભણાવ્યો પાઠ, જૂઓ વીડિયો

  • ચોરીની એક ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં એક બાઇક સવાર ચોર એક મહિલાની બેગ છીનવીને ભાગી રહ્યો છે ત્યારે એક કાર ચાલક આવીને તે ચોરને બરાબરનો પાઠ ભણાવે છે

HD ન્યૂઝ ડેસ્ક, 19 જૂન: રસ્તા પર ચાલતી વખતે તમે પણ ક્યારેક કોઈ ચોરી થતા જોઈ હશે કે પછી રસ્તા પરની ચોરીના CCTV જોયા હશે. મોટાભાગના ચોરો રાહદારીઓને નિશાન બનાવે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા કિસ્સા જોવા મળે છે, જેમાં ચોર રસ્તે ચાલતા લોકોને લૂંટીને ભાગી જતા હોય છે. ધણી વખત જાહેર જગ્યાએ ચોરો બેગ કે કિમતી સામાન છીનવીને ભાગી જતા હોય છે તો ઘણી વખત જો રસ્તા પર લોકોની અવરજવર ઓછી હોય તો ચોર તેમને મારી નાખવાની ધમકી આપીને કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેતા હોય છે અને જો તેઓ વિરોધ કરે તો તેમના પર હુમલો પણ કરે છે. તાજેતરમાં આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. જેમાં એક ચોર રસ્તા પર ચાલી રહેલી એક મહિલાની બેગ છીનવીને ભાગવાનો પ્રયાસ કરે છે, આ જ સમયે એક કાર ચાલક દૂત બનીને આવે છે અને ચોરને એવો પાઠ ભણાવે છે કે ચોર હવે ચોરી કરતા પહેલા 17 વાર વિચારશે.

ચોરને મળ્યું તરત જ કર્મનું ફળ

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા હાથમાં થેલો અને ગળામાં બેગ લટકાવીને ફૂટપાથ પર ચાલી રહી છે. ત્યારે અચાનક એક બાઇક ત્યાં આવીને ઉભુ રહે છે. સ્ત્રી પાછળ જુએ છે અને ફૂટપાથ પરથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બાઇક પર સવાર એક યુવક તેની પાસે આવે છે અને તેનો પીછો કરી તેના ગળામાંથી બેગ પડાવી લે છે. પોતાનો જીવ બચાવવા માટે મહિલાએ વિરોધ કર્યા વિના બેગ ચોરને આપી દે છે. જે બાદ બાઇક સવાર ચોર તેની બાઇક તરફ દોડે છે અને ઝડપથી ભાગવા માટે ત્યાંથી બાઇક સ્ટાર્ટ કરે છે. એટલામાં એક કાર ચાલક આવે છે. કાર માલિકે લાચાર મહિલા સાથે ચોરીની ઘટના જોઈ હતી. તેથી ચોરને તે પાઠ ભણાવવા માટે તે ચોરની બાઇકને તેની કાર અથડાવે છે. ચોર બાઇક પરથી પડી જાય છે અને પછી પોતાની જાતને કાબૂમાં રાખતા બાઇક ઉપાડવાનો પ્રયાસ કરે છે. કાર ચાલકે ફરી એકવાર ચોરને જોરથી ટક્કર મારે છે. એ જ રીતે કાર ચાલક બાઇકને 4-5 વાર ટક્કર મારીને ચોરને ઇજા પહોંચાડે છે. ત્યાર બાદ ચોર બેગ પડતી મુકીને જીવ બચાવવાનું વિચારે છે અને બેગ મુકીને બાઇક ચાલુ કરી અને ત્યાંથી ભાગી નીકળે છે. કાર ચાલક હજુ પણ તેનો પીછો કરે છે અને વીડિયો અહીં પૂરો થાય છે.

અહીં જૂઓ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)

વીડિયો જોઈ લોકોએ કાર ચાલકના કર્યો વખાણ

ચોરીની આ ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @sachkadwahai નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો અને પસંદ કર્યો છે. જ્યારે ઘણા લોકો કાર માલિકની બહાદુરીની કોમેન્ટ કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આજકાલ લોકો મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરતા અચકાય છે, પરંતુ આ કાર ચાલકે માત્ર મહિલાની મદદ જ નથી કરી પરંતુ માનવતાનું ઉદાહરણ પણ રજૂ કર્યું છે.

આ પણ વાંચો: પ્રેમીએ રસ્તા વચ્ચે કરી પ્રેમિકાની બેરહેમીથી હત્યા, લાઈવ વીડિયો થયો વાયરલ

Back to top button