અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વીડિયો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાના ટાસ્ક આપી લોકોને છેતરનાર ઠગ ઝડપાયો

Text To Speech

અમદાવાદઃ (online task)ઓનલાઈન ટાસ્ક આપીને છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. સાયબર ક્રાઈમ બ્રાંચને આ પ્રકારની છેતરપિંડીની અનેક ફરિયાદો મળી રહી છે. ત્યારે શહેર (Ahmedabad police)પોલીસે યુ-ટયુબ ચેનલ ઉપર વીડિયો સબસ્ક્રાઈબ અને લાઈક (you tube)કરવાના ટાસ્ક પૂરા કરવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવતી ટોળકીના વધુ એક સાગરિતની ધરપકડ કરી લીધી છે. (Cid crime)પોલીસની તપાસમાં આ ટોળકીએ 6 મહિનામાં અનેક લોકો પાસેથી 390 કરોડ પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. (Cyber crime)પકડાયેલા આરોપીના 3 બેંક એકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરીને પૈસાના વ્યવહારની તપાસ કરતા આ આંકડો બહાર આવ્યો હતો.

ડમી એકાઉન્ટ ખોલાવનાર આરોપીને ઝડપી લેવાયો
આ ઠગ ટોળકીએ એક વ્યક્તિ પાસેથી ટાસ્ક આપવાના બહાને 1.92 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેની સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં શ્રી એન્ટરપ્રાઈઝ નામના બેંક એકાઉન્ટમાં 13.60 કરોડના વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ વ્યવહારોની તપાસ કરતા શ્રી એન્ટરપ્રાઈઝ નામનું ડમી એકાઉન્ટ ખોલાવનાર સુજલ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, આ કૌભાંડમાં અન્ય બેંક એકાઉન્ટોમાં પણ પૈસાના વ્યવહારો થયા હતાં.

અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી
પોલીસે તપાસ કરતાં તેમાં રિધમ એન્ટરપ્રાઈઝનું નામ ખુલ્યું હતું. જેના બેંક એકાઉન્ટની તપાસ કરતાં નિરવ પુલીનભાઈ ધાનકના આઈડીબીઆઈ બેંકના એકાઉન્ટમાં રૂ.266 કરોડના વ્યવહાર, એક્સિસ બેંકના એકાઉન્ટમાં રૂ.120 કરોડના વ્યવહાર અને કોટક મહેન્દ્ર બેંકના એકાઉન્ટમાં રૂ.4 કરોડના વ્યવહાર મળી આવ્યા હતા. પોલીસે નિરવ ધાનકના આ ત્રણેય બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને નિરવની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી નિરવને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ સાયબર ક્રાઈમે ટેલિગ્રામ ચેનલ દ્વારા કરોડોની છેતરપિંડી કરનાર બે ઠગને ઝડપ્યા

Back to top button