પોલીસ કમિશ્નરનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને છેતરપિંડીં આચરી, 1658 ખાતાની ડિટેલ મળી
નાગપુર, 31 ઓકટોબર : નાગપુર સાયબર પોલીસને એક મોટી સફળતા મળી છે. નાગપુર પોલીસે એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. સાયબર પોલીસે રાજસ્થાનમાંથી સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ મોટાભાગે IAS અને IPS અધિકારીઓના નામની મદદથી ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓને નિશાન બનાવતી હતી. તેણે છેતરપિંડી કરવા માટે ઘણા મોટા અધિકારીઓના નકલી આઈડી બનાવ્યા હતા. આસામ અને બંગાળ રાજ્યોના સિમનો ઉપયોગ નકલી આઈડી માટે કરવામાં આવતો હતો.
નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરી
થોડા દિવસો પહેલા આ ટોળકીએ નાગપુર પોલીસ કમિશનર રવિન્દ્ર કુમાર સિંગલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રકામુદ્દીન ખાન શફી ખાન, શાકિર ખાન કાસમ ખાન અને ઈન્નાસ ખાન નિજાર્દિન ખાનનો સમાવેશ થાય છે.
આ રીતે ફસાવ્યા
આરોપીએ નાગપુર પોલીસ કમિશનરના નામે ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. તેઓએ આ એકાઉન્ટ દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પોલીસ કમિશનરના ફેસબુક મેસેન્જર પર સીપીના નામે મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેમનો એક અધિકારી મિત્ર છે જે CISFમાં કામ કરે છે. તેની બદલી થવા જઈ રહી છે અને તેના કારણે આજે ઘરના ફર્નિચરની વસ્તુઓ વેચવી પડશે. નાગપુરના યાસિરે સામાન વેચવાના નામે 85,000 રૂપિયા અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા, પરંતુ આ પછી કોઈ સંપર્ક થઈ શક્યો નહીં, પછી આ માહિતી પોલીસને આપવામાં આવી.
1658 બેંક ખાતાઓની વિગતો
આ બાબતનો ખુલાસો કરતાં નાગપુર પોલીસ કમિશનર રવિન્દ્ર સિંગલાએ કહ્યું કે, આરોપીઓ પાસેથી લેપટોપની તપાસ કરવામાં આવી, તેમાં 1658 બેંક ખાતાઓની વિગતો મળી આવી. ઘણી બેંકોના 36 ખાતાઓના સ્ટેટમેન્ટ પણ મળી આવ્યા છે, જેમાં લગભગ 5 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. આ લોકોએ દેશભરમાં પોતાની જાળ ફેલાવી છે.
નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયું
વધુમાં જણાવ્યું હતું કે આ આરોપીઓ પાસે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના વિવિધ રાજ્યોના ખાતાની વિગતો છે. આ કામ માટે આરોપીઓએ જુદા જુદા નામે નકલી ખાતા ખોલાવ્યા હોવાનું સ્પષ્ટ થયું છે. જુદા જુદા રાજ્યોમાંથી લગભગ 250 લોકોને ફસાવવાની ફરિયાદો સામે આવી છે. મહારાષ્ટ્રમાં લગભગ 20 અને નાગપુરમાં 2 કેસમાં આ ગેંગની સંડોવણી બહાર આવી છે.
આ પણ વાંચો : PM મોદીએ કચ્છમાં જવાનો સાથે દિવાળી ઉજવી-મીઠાઈઓ ખવડાવી, જૂઓ વીડિયો