મનોરંજન

આ દિગ્ગજ કલાકારોએ યુવા અભિનેત્રીઓ સાથે કર્યો રોમાન્સ પણ ઉંમરના અંતરને કારણે ટ્રોલ થયા

Text To Speech

અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ હાલમાં સિનેમાઘરોમાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેમની વચ્ચે ઉંમરના તફાવતની ચર્ચા થઈ હતી. બોલિવૂડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉંમરના તફાવતને લઈને એક્ટર્સ પર માછલા ધોવાય રહ્યા છે. આ તસવીરોમાં કેટલીક જોડીની ઉંમર 20થી વધારે છે, તો તેવી જોડી પર એક નજર…..

ફાઈલ ફોટો                                                                            અક્ષય કુમાર 54 વર્ષનો છે, જ્યારે માનુષી છિલ્લર 25 વર્ષની છે. તેમની વચ્ચે 29 વર્ષનો તફાવત છે.
ફાઈલ ફોટો

સલમાન ખાનનું ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ’માં દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું, આ ફિલ્મમાં સલમાન અને દિશાની જોડી રોમેન્ટિક હતી. બંને કલાકારોની વચ્ચે ઉંમરનું અંતર 27 વર્ષથી વધુ હતું.

ફાઈલ ફોટો

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જ્યારે અનુષ્કા તેની ડેબ્યૂ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ સમયે 20 વર્ષની હતી. તે જ સમયે, શાહરૂખ 43 વર્ષનો હતો.

ફાઈલ ફોટો

સલમાન ખાન અને અનુષ્કા શર્માએ ફિલ્મ ‘સુલતાન’માં સાથે કામ કર્યું હતું. તેમની વચ્ચે ઉંમરમાં 20 વર્ષનો તફાવત હતો.

ફાઈલ ફોટો

વિદ્યા બાલને ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’થી ઘણી પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ વચ્ચે રોમાંસ જોવા મળ્યો હતો. વિદ્યા અને નસીરુદ્દીનની ઉંમરમાં 29 વર્ષનો તફાવત છે.

ફાઈલ ફોટો

‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાન ખાન અને સોનમ કપૂર રોમેન્ટિક કપલ તરીકે જોવા મળ્યા હતા. બંને વચ્ચે ઉંમરનો તફાવત 20 વર્ષથી વધુ છે.

ફાઈલ ફોટો

અજય દેવગણ ફિલ્મ ‘શિવાય’માં અભિનેત્રી સાયશા સહગલની સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો. તે સમયે સાયશા 18 વર્ષની હતી. બંને કલાકારોની ઉંમરમાં 28 વર્ષથી વધુનો તફાવત હતો.

Back to top button