વાસ્તુની આ ભુલો તમને દેવામાં ડુબાડી શકે છેઃ આ ટિપ્સ કરો ફોલો
એક સાધારણ ભુલથી નુકશાન થઇ શકે છે. ખાસ કરીને વાસ્તુ સંબંધિત કેટલીક ભુલો તમારા ખર્ચા વધારી શકે છે. આ ભુલો વ્યક્તિને દેવામાં ડુબાડી શકે છે. સારો અને ખરાબ સમય જીવનનો ભાગ હોય છે, પરંતુ કેટલીક સમસ્યાઓ એવી હોય છે, જેની ભરપાઇ લાંબા સમય સુધી થઇ શકતી નથી. દેવામાં ડુબેલા હોવુ એક એવુ સંકટ છે જેમાંથી બહાર નીકળવુ સરળ નથી. ઘણી વખત વ્યક્તિની આખી જિંદગી દેવુ ચુકવવામાં જતી રહે છે.
એવી પરિસ્થિતિ માટે ક્યારેક આપણી ભુલો પણ જવાબદાર હોઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક ભુલો વ્યક્તિને દેવાના ડુંગર નીચે ડુબાડી શકે છે. તેથી આવી ભુલોથી દુર જ રહો.વાસ્તુશાસ્ત્રમાં જણાવાયેલી કેટલીક ભુલો ભારે પડી શકે છે. તેનાથી આર્થિક નુકશાન થઇ શકે છે. આર્થિક તંગી ઘટવાનું નામ લેતી નથી.
- તમારા ઘરની બહાર અથવા ગેટ પાસે ક્યારેય કચરાપેટી ન રાખો. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સાફ-સુથરુ રાખો. તે લક્ષ્મીના આવવાનો માર્ગ છે અને ખરાબ રસ્તે લક્ષ્મી આવતી નથી.
- ઘણા લોકો પોતાના બેડ પર જ જમતા હોય છે. વાસ્તુશાસ્ત્ર તેનો વિરોધ કરે છે. આ એક ભુલ વ્યક્તિને દરિદ્ર બનાવી દે છે અને સુખ-સમૃદ્ધિમાં ખુબ બાધાઓ આવે છે.
- રાતના સમયે ક્યારેય એંઠા વાસણોને કીચનમાં ન રાખવા જોઇએ. જો તમે તેને કોઇક કારણસર રાતે ધોઇ શકતા નથી તો તે ઘરની બહાર ચોકડીમાં રાખો. રાતે સુતા પહેલા કીચન સ્વચ્છ રાખો. તો જીવનમાં હંમેશા સમૃદ્ધિ આવશે.
- સાંજના સમયે ક્યારેય દુધ, દહીંમા મીઠુ ન નાખો, તે આર્થિક સ્થિતિ માટે હાનિકારક છે.
- રાતના સમયે કિચન કે બાથરૂમમાં ખાલી પાણીના વાસણ ન રાખો. બાથરૂમમાં હંમેશા પાણી ભરેલી કમસે કમ એક ડોલ જરૂર રાખો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી બચી શકે છે.
આ પણ વાંચોઃ “હું ક્યારેય રાજકારણી સાથે લગ્ન કરીશ નહીં”, લગ્નની અફવાઓ વચ્ચે પરિણીતીનો જૂનો વીડિયો વાયરલ