ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કોંગ્રેસના આ ધુરંધરો કે જેમની સામે ભાજપના આ નેતાઓ પણ હાર્યા હતા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપે 156 સીટો મેળવીને પોતાની સરકાર બનાવી છે. પરંતુ વર્ષોથી ચાલતા આવતા રાજ્કારણોમાં ઘણી એવી બેઠકો છે કે આઝાદી પછી આવી બેઠકો પર સરકાર કોઇપણ બને પરંતુ અહી નક્કી રાજકીય પાર્ટીની જીત થતી હતી. જયારે આ વર્ષે આવી અમુક બેઠકો છે કે જેના સમીકરણો બદલાય ગયા છે.

1990થી વડોદરા શહેર અને રાવપુરા બેઠક ભાજપ પાસે રહી છે. જ્યારે સયાજીગંજ બેઠક 2002થી ભાજપના કબજામાં છે. શહેરના રાજકરણની વાત કરીએ તો 1990થી વડોદરા શહેર અને રાવપુરા બેઠક ભાજપ પાસે છે. જ્યારે સયાજીગંજ બેઠક 2002થી ભાજપના કબજામાં છે. વર્ષ 2012માં નવા સિમાંકન હેઠળ નવી આવેલી માંજલપુર અને અકોટા બેઠક પર આજ દીન સુધી કોંગ્રેસના કોઈ ઉમેદવારની જીત થઈ નથી. કોંગ્રેસ શહેરમાં એક બેઠક મેળવવા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આ ધુંરધરો એક સમયે કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડી વિજય થયા હતા.

આ પણ વાંચો : દુનિયાભરમાં Gmail સર્વિસ ડાઉન

વડોદરા શહેર બેઠકની વાત કરીએ તો વર્ષ 1972માં કોંગ્રેસના ચંદ્રકાંત પરીખ બી.જે.એસ. ના શંકરલાલ પટેલ સામે ચૂંટણી લડયા હતા. જેમાં ચંદ્રકાંત પરીખને 20,480 અને શંકરલાલને 14,388 મતો મળ્યાં હતા. 6,092 મતોથી ચંદ્રકાંત પરીખનો વિજય થયો હતો. સને વર્ષ 1985માં આ બેઠક પર કોંગ્રસના ભીખાભાઈ રબારી બીજેપીના જીતેન્દ્ર સુખડિયા સામે ચૂંટણી લડયા હતા. જેમાં ભીખાભાઈને 31,496 અને જીતેન્દ્રભાઈને માત્ર 9,421 વોટ મળ્યા હતા. જેમાં ભીખાભાઈની 22,075 વોટના માર્જિનથી જીત થઈ હતી. જોકે, સને 1990થી ભાજપે આ બેઠક પર કોંગ્રસને જીતવાની તક આપી નથી.

કોંગ્રેસના આ ધુરંધરો કે જેમની સામે ભાજપના આ નેતાઓ પણ હાર્યા હતા - humdekhengenews

સયાજીગંજ બેઠકની વાત કરીએ તો 1967માં મહારાજા એફ.પી.ગાયકવાડ કોંગ્રેસ તર્ફે ઈન ડીપેન્ડ ઉમેદવાર કે.જે.ઠક્કર સામે ચૂંટણી લડયા હતા. જેમાં મહારાજાને 21,739 અને કે.જે.ઠક્કરને 10,478 વૉટ મળ્યાં હતા. 11,216 મતોથી મહારાજા એફ.પી.ગાયકવાડનો વિજય થયો હતો. 1972માં આ બેઠક પર કોંગ્રેસના સનત મહેતા બી.જે.એસના મકરંદ દેસાઈ સામે ચૂંટણી લડયા હતા. જેમાં સનત મહેતાને 28,292 અને મકરંદ દેસાઈને 15,329 વૉટ મળ્યાં હતા. સનત મહેતા 12,963ના માર્જિનથી જીત્યા હતા. 980માં કોંગ્રેસના શિરીષ પુરોહિત જે.એન.પી.ના રમણ પટેલ સામે ચૂંટણી લડયાં હતા. શિરીષ પુરોહિતને 33,388 અને રમણભાઈ પટેલને 14,211 વૉટ મળ્યાં હતા. શિરીષ પુરોહિતનો 19,177 મતોની લીડ સાથે વિજય થયો હતો.

આ પણ વાંચો : સુખવિંદર સુખુએ કોંગી નેતાઓ સાથે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો કર્યો દાવો

વર્ષ 2001માં સયાજીગંજ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના દલસુખ પ્રજાપતિ વિજેતા થયા હતા. દલસુખ પ્રજાપતિ ત્રણ મહિના ધારાસભ્ય રહ્યાં અને ફરી ચૂંટણી આવી. જેમાં આ બેઠક ભાજપે કબજે કરી લીધી હતી. 2002થી આ બેઠક ભાજપ પાસે છે.

રાવપુરા બેઠકની વાત કરીએ તો 1972માં કોંગ્રેસમાંથી ઠાકોર પટેલ એનસીઓના ચંદ્રકાંત પટેલ સામે ચૂંટણી લડયાં હતા. જેમાં ઠાકોર પટેલને 32,474 અને ચંદ્રકાંત પટેલને 7,421 વૉટ મળ્યાં હતા. ઠાકોર પટેલ 25,053ની જંગી લીડથી જીત્યા હતા. વર્ષ 1980માં કોંગ્રેસના સી.એન.પટેલ જે.એન.પી.ના જયંતિ પટેલ સામે ચૂંટણી લડયા હતા. જેમાં સી.એન.પટેલને 20,065 અને જયંતિને 14,701 વૉટ મળ્યાં હતા. માત્ર 5,364 મતોથી સી.એન.પટેલનો વિજય થયો હતો. 1985માં કોંગ્રેસના રમેશ ઠાકોર ઈન ડિપેન્ડ ઉમેદવાર જશપાલસિંઘ સામે ચૂંટણી લડયા હતા. જેમાં રમેશ ઠાકોરને 23,561 અને જશપાલસિંઘને 17,969 વૉટ મળ્યાં હતા. રમેશ ઠાકોર માત્ર 5,592 મતોના માર્જિનથી જીત્યા હતા. 1990થી આ બેઠક ભાજપ પાસે છે.

Back to top button