આ બે રાશિના લોકો નથી બની શકતા સારા કપલઃ સતત થાય છે લડાઇ ઝઘડા
આમ તો એવુ કહેવાય છે કે સંબંધો સ્વર્ગમાં નક્કી થાય છે. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધો. કોઇ કપલ વચ્ચે કેવુ બનશે કે નહીં તે ચોક્કસપણે તેની કુંડળી અને તેની રાશિ પરથી નક્કી થાય છે. જ્યારે આપણે કોઇ વ્યક્તિને મળીએ છીએ તો આપણા મનમાં વિચારો આવે છે કે તે વ્યક્તિ આપણા માટે સાચી હશે કે ખોટી? ક્યારેક કોઇ લોકો એકાદ મુલાકાતમાં સારા મિત્રો બની જાય છે. તો કેટલાકના વિચારો સાથે આજીવન મેળ ખાતો નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી રાશિઓ છે જે રાશિના લોકો કયારેય પરફેક્ટ કપલ બની શકતા નથી. તે લોકોની વચ્ચે હંમેશા લડાઇ ઝઘડા કે વાદ વિવાદ થયા કરે છે.
મકર અને મેષ રાશિ
સારા વિચારો અને રહેણી કરણી વાળા મકર રાશિના લોકો મનમોજી હોય છે, તેમને બેફિકર રહેનાર મેષ રાશિના લોકો સાથે બિલકુલ બનતુ નથી. મેષ રાશિના નિયંત્રણમાં રહેવાના સ્વભાવના કારણે મકર રાશિના લોકો તેમનાથી પરેશાન રહે છે અને તણાવ અનુભવે છે.
કુંભ અને વૃષભ
કુંભ રાશિના લોકો જિદ્દી અને સ્વતંત્ર વિચારો ધરાવતા હોય છે. આ કારણે તેમને વૃષભ રાશિના લોકો સાથે બનતુ નથી. જો આ બે રાશિના લોકોની જોડી બની જાય તો બંને વચ્ચે ખુબ લડાઇ ઝઘડા થાય છે. નાની નાની વાતો પર ઝઘડા થાય છે. વૃષભ રાશિના લોકો કુંભ રાશિના ખુલ્લા વિચારોથી ક્યારેય સમજુતી કરતા નથી.
મીન અને મિથુન
મીન રાશિવાળા સહજ વ્યવહારના હોય છે, તેઓ ક્યારેય પણ મિથુન રાશિના લોકોને સમજી શકતા નથી. મિથુન રાશિના લોકો માત્ર પોતાના વિશે વિચારે છે, જ્યારે મીન રાશિના લોકો બીજાઓની ભાવનાઓ, ઇચ્છાઓનો ખ્યાલ રાખે છે. મીન રાશિના લોકો મદદરૂપ બનનારા હોય છે, તેથી આ બંનેની જોડી જામતી નથી.
મેષ અને કર્ક
મેષ રાશિના લોકો ઉગ્ર અને સામે જવાબ આપી દેનારા હોય છે. જ્યારે આ લોકો સારા લોકો સાથે સંબંધમાં આવે છે તો તેમને તકલીફો થાય છે. કર્ક રાશિના લોકો બીજાનો ખ્યાલ રાખનાર અને સારા વિચારના લોકો હોય છે. એકબીજાના સ્વભાવથી બિલકુલ વિપરિત હોવાના કારણે એક બીજાનો સાથ આપવામાં તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેષ રાશિના લોકો એસ્ટ્રોવર્ટ હોય છે તો મકર રાશિના લોકો ઇન્ટ્રોવર્ટ હોય છે.
વૃષભ અને સિંહ રાશિ
વૃષભ અને સિંહ બંને સ્વભાવે જિદ્દી હોય છે. સિંહ રાશિ વાળા લોકો માત્ર પોતાના વિશે વિચારે છે. આ કારણે તેમને સહજ સ્વભાવના વૃષભ રાશિના લોકો સામે પ્રોબલેમ થાય છે. સિંહ રાશિના લોકોને લાઇમલાઇટમાં રહેવાનું સારુ લાગે છે. જ્યારે વૃષભ રાશિવાળા લોકો પોતાની જ દુનિયામાં રહેવા ઇચ્છે છે. આ કારણે બંને વચ્ચે હંમેશા લડાઇ ઝઘડા થતા રહે છે.
મિથુન અને કન્યા
ઉત્સાહિત અને જિજ્ઞાસુ સ્વભાવના મિથુન રાશિના લોકોને જરૂર કરતા વધુ પ્રેક્ટિકલ કન્યા રાશિના લોકો બોરિંગ લાગે છે. મિથુન રાશિના લોકો મોજમસ્તી અને પ્રેમમાં વિશ્વાસ રાખે છે. કન્યા રાશિના લોકોની પહેલી પ્રાથમિકતા તેમનું કામ હોય છે. મિથુન રાશઇના લોકો પ્રેમ વ્યક્ત કરવામાં માને છે. તો કન્યા રાશિના લોકો આ બાબતમાં બહુ સંકુચિત હોય છે. આ કારણે તેમની વચ્ચે ક્યારેય તાલમેલ આવતો નથી.
કર્ક અને તુલા રાશિ
કર્ક રાશિના લોકો પોતાની ઇમાનદારી, સ્થિરતા, ઉદારતા અને સંવેદનશીલતાના કારણે ઓળખાય છે. જ્યારે તુલા રાશિના લોકો બનાવટી સ્વભાવના હોય છે. આ બંને રાશિનો એકબીજા સાથે મેળ ખાતો નથી. કર્ક રાશિના લોકોએ તુલા રાશિના લોકો સાથે ધીરજથી કામ લેવુ પડે છે.
ધન અને મીન
ધન રાશિના લોકો પોતાના નૈતિક અને દાર્શનિક વિચારો માટે ઓળખાય છે. ધન રાશિના લોકો પોતાની આસપાસના માહોલને ખુશનુમા બનાવી દે છે. જ્યારે મીન રાશિના લોકો ખુદમાં જ રહે છે, તેમને સમજવા મુશ્કેલ હોય છે. મીન રાશિના લોકો જરૂર કરતા વધુ ભાવુક હોય છે. તેથી તેમને સમજવુ ધન રાશિના લોકો માટે મુશ્કેલ બની જાય છે.
સિંહ અને વૃશ્ચિક
હસી મજાક કરવાના શોખીન સિંહ રાશિના લોકો જિદ્દી સ્વભાવ વાળા વૃશ્ચિક રાશિના લોકો સાથે તાલમેલ બેસાડી શકતા નથી. સિંહ રાશિમાં નેતૃત્વ ક્ષમતા હોય છે. આ આદતના કારણે તેઓ હંમેશા વૃશ્ચિક રાશિના નિશાન પર રહે છે. બંને વચ્ચે તર્ક વધુ થાય છે, જે લડાઇ ઝઘડામાં બદલાઇ જાય છે.
આ પણ વાંચોઃ જો તમે પણ દિવસના આ સમયે ન્હાવા જાવ છો તો ચેતી જાજો