ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આ બે વસ્તુ વધારી રહી છે ડાયાબિટીસઃ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

Text To Speech
  • અનહેલ્ધી ડાયેટ અને લાઇફસ્ટાઇલ ડાયાબિટીસ વધારે છે. 
  • રિફાઇન્ડ ખોરાક આ રોગના દર્દીઓ વધારી શકે છે
  • આખા અનાજનું પ્રમાણ વધારો, દહીંનુ સેવન કરો

ડાયાબિટીસ ઝડપથી વધી રહેલી એક એવી બિમારી છે જે મૃત્યુની સાથે ખતમ થાય છે. આ બિમારી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના ખુણા ખુણામાં ફેલાઇ ગઇ છે. ડાયાબિટીસના મુખ્ય કારણોમાં અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ડાયેટ માનવામાં આવે છે.

આ બે વસ્તુ વધારી રહી છે ડાયાબિટીશઃ અમેરિકી વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો hum dekhenge news

તાજેતરમાં અમેરિકાની એક યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ડાયાબિટીસ થવાના મુખ્ય બે કારણો છે. ચિંતાની વાત એ છે કે આ બંને કારણો ખાણી-પીણી સાથે જોડાયેલા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ છે કે આખી દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની વધતી સંખ્યાનું કારણ રિફાઇન્ડ ચોખા અને ઘઉં છે. તેનું વધુ માત્રામાં સેવન અને આખા અનાજની કમીના કારણે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. કાર્બોહાઇડ્રેડની ગુણવત્તાએ આફ્રીકા, મધ્યપુર્વ અને ઉત્તરી આફ્રિકા તેમજ દક્ષિણ એશિયામાં ડાયાબિટીસના દર્દીઓ વધારી દીધા છે.

આ બે વસ્તુ વધારી રહી છે ડાયાબિટીશઃ અમેરિકી વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો hum dekhenge news

આ ખોરાકથી પણ વધી રહ્યો છે ડાયાબિટીસ

અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે રિફાઇન્ડ ચોખા, ઘઉં, અનપ્રોસેસ્ડ રેડ મીટ, શુગરી ડ્રીંક્સ, બટાકા, ફળોના રસનું સેવન વધુ કરવાથી પણ ડાયાબિટીસના કેસમાં 60થી 70 ટકાનો વધારો થયો છે.

આ બે વસ્તુ વધારી રહી છે ડાયાબિટીશઃ અમેરિકી વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો hum dekhenge news

આટલી બાબતોનું ધ્યાન રાખો

  • આખા અનાજનું સેવન વધારી રિફાઇન્ડ અનાજનું સેવન ઘટાડવુ જોઇએ.
  • પ્રોસેસ્ડ મીટનું સેવન ઘટાડવુ જરૂરી છે.
  • દરેક વ્યક્તિએ દહીંનુ સેવન પુરતી માત્રામાં કરવુ જોઇએ.
  • શુગરી ડ્રિંક્સ પીવાનું ટાળવુ જોઇએ, તેની પોષકવેલ્યુ ઝીરો હોય છે.
  • નટ્સ અને સીડ્સનું અપર્યાપ્ત માત્રામાં સેવન કરો.
  • સ્ટાર્ચ વગરના શાકભાજી પણ વધુ પ્રમાણમાં ખાવા જોઇએ.
  • ફળોના રસ કરતા ફળોનું સેવન વધારવું જોઇએ.

આ પણ વાંચોઃ શનિદેવની દ્રષ્ટિ તમારી પર કેવી છે? જાણો શુભ-અશુભ સંકેત

Back to top button