ટોપ ન્યૂઝનેશનલ

ગઇકાલની આ બે તસવીર આપણા દેશની છે, શું ખરેખર આપણો દેશ પ્રગતિના પંથે છે ?

ગઈકાલે આપણાં દેશની બે એવી તસવીરો સામે આવી હતી કે જેની દેશભરમાં ટીકા થઈ રહી છે.  જેમાં પહેલી તસવીરમાં એવું હતું કે સામૂહિક બળાત્કારના બે આરોપીઓ, જેઓ હાલ જામીન પર બહાર છે, તેમણે દલિત કિશોરી પીડિતાના ઘરને સળગાવી દીધું, કથિત રીતે તેના પર સમાધાન માટે દબાણ કરવાના હેતુથી આ કરવામાં આવ્યું હોવાના એહવાલો મળી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં બળાત્કાર પીડિતાનો પુત્ર અને તેની બહેન દાઝી ગયા છે. પીડિત કિશોરીની માતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ બળાત્કાર બાદ જન્મેલા બાળકને મારવા માટે ઘરને આગ લગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે બંને બાળકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને સારી સારવાર માટે મંગળવારે સવારે કાનપુર મોકલવામાં આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલના ડૉ. સુશીલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પીડિતાનો પુત્ર (6 મહિના) લગભગ 35 ટકા અને તેની બહેન લગભગ 45 ટકા દાઝી ગયા હતા.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓ સાથે મજાક ! મધ્યાહન ભોજનના કૂકિંગ કોસ્ટમાં સરકારે માત્ર 53 પૈસાનો વધારો કર્યો
દેશ - Humdekhengenewsવધુમાં તેમણે જણાવ્યું હતું કે બંને બાળકોની ગંભીર સ્થિતિને જોતા તેમને કાનપુર સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પીડિતાની માતાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેની 11 વર્ષની પુત્રી સાથે ફેબ્રુઆરી 2022માં આરોપીઓએ સામૂહિક બળાત્કાર કર્યો હતો, જેમાં તે ગર્ભવતી બની હતી. ત્યારબાદ તેણે સપ્ટેમ્બરમાં એક પુત્રને જન્મ આપ્યો. તેણે આરોપ લગાવતા કહ્યું હતું કે, આરોપીઓ, જેઓ હાલ જામીન પર બહાર છે, તેઓ સમાધાન માટે મારી પુત્રી પર દબાણ કરી રહ્યા હતા. પરંતુ તેણીએ ના પાડતાં સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ અન્ય પાંચ સાગરિતો સાથે આવ્યા હતા અને માતા-પુત્રી પર હુમલો કર્યા બાદ ઘરની છતને આગ ચાંપી દીધી હતી.દેશ - Humdekhengenewsજ્યારે બીજી તસવીર એવી સામે આવી છે જેમાં એક રાજકીય નેતા એક ઘરમાં ભોજનથી ભરેલી ડિશમાં જમતા હોય તેવો પોઝ આપી રહ્યા છે જ્યારે તેમની આસપાસ બેઠેલા બાળકો તેમણે આ કરતાં તાકી રહ્યા છે. જે તસવીરમાં જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે દેશમાં દિવસે ને દિવસે જે પ્રાક્રની સ્થિતિ સર્જાઇ રહી છે તે ખૂબ ચિંતાનો વિષય બની રહ્યો છે. એકતરફ ભરત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આવી તસવીરો આપણા સૌ કોઈ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે જેના ભવિષ્યમાં માઠા પરિણામો ભોગવવા પડે તો નવાઈ નહિ.

Back to top button