Diwali 2023ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

તહેવારોમાં ફૂડ પોઈઝનિંગની સાથે ઓવર ઈટિંગથી પણ બચાવશે આ ટિપ્સ

  • જો તમે દિવાળીની પાર્ટીમાં ફૂડ પોઈઝનિંગ સાથે ઓવર ઈટિંગની સમસ્યાથી દુર રહેવા ઈચ્છતા હો તો આ ટિપ્સ ફોલો કરો

તહેવારોની સીઝન શરૂ થતા જ પાર્ટી અને મોજમસ્તીનો સમય શરૂ થાય છે. દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. રોશનીથી રસ્તા ઝગમગી ઉઠ્યા છે. ખુશીઓના પ્રતીક સમી દિવાળી આવે ત્યારે લોકો ખાવા પીવામાં ધ્યાન રાખી શકતા નથી. ઘણી વખત તહેવારની સીઝનમાં વધુ ખાવાના લીધે લોકોને ફૂડ પોઇઝનિંગની સમસ્યા થાય છે. આ કારણે પેટ ખરાબ થવાથી લઈને તહેવારની મજા પણ બગડી શકે છે. આવા સંજોગોમાં જો તમે દિવાળી પાર્ટી દરમિયાન ફુડ પોઈઝનિંગ અને ઓવરઈટિંગની સમસ્યાથી દૂર રહેવા ઈચ્છતા હો તો આ ટિપ્સ ફોલો કરોઃ

ભોજનનો સ્વાદ લેતા લેતા ધીમે ધીમે ખાવ

ઘણા ઓછા લોકો જાણે છે કે એક વ્યક્તિના મગજને એ જાણ થવામાં 20 મિનિટ થાય છે કે તેમનું પેટ ભરાઈ ગયું છે. આવા સંજોગોમાં ઓવર ઈટિંગની સમસ્યાથી બચવા માટે ભોજનનો સ્વાદ લેતા ધીમે ધીમે ચાવો.

ફેસ્ટિવલ સીઝનમાં ફૂડ પોઈઝનિંગની સાથે ઓવર ઈટિંગથી પણ બચાવશે આ ટિપ્સ hum dekhenge news

પ્રોબાયોટિક ફુડ્સ ખાવ

શરીરને હેલ્ધી રાખવા માટે આંતરડાને હેલ્ધી રાખવા ખૂબ જરૂરી છે. પેટની હેલ્થને સુધારવા માટે ઘણી વખત લોકો પ્રોબાયોટિક્સ સપ્લિમેન્ટ્સ લે છે, પરંતુ તમે નેચરલ પ્રોબાયોટિક્સ ફૂડ્સને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તમારી ગટ હેલ્થમાં સુધારો કરવા માટે અને ફુડ પોઈઝનિંગના ખતરાને ઘટાડવા માટે તમે ડાયટમાં દહીં, છાશ, નેચરલ ફર્મેન્ટેડ ફૂડ સામેલ કરો.

જમવાની વચ્ચે બ્રેક લેવો જરૂરી

જો તમને તમારું પેટ પહેલેથી જ ભરેલું લાગતું હોય તો ફરી વખત જમતા પહેલાં બ્રેક લો. આમ કરવાથી શરીરને પહેલા જે ખાધું હશે, તે પચાવવાનો સમય મળશે અને વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યા નહીં થાય.

ફેસ્ટિવલ સીઝનમાં ફૂડ પોઈઝનિંગની સાથે ઓવર ઈટિંગથી પણ બચાવશે આ ટિપ્સ hum dekhenge news

ભોજન કરતી વખતે માત્ર જમવા પર ધ્યાન

ભોજન કરતી વખતે ટીવી, કમ્પ્યૂટર અને ફોન જેવી ધ્યાન ભટકાવતી વસ્તુઓથી બચો. આમ કરવાથી તમારું સમગ્ર ધ્યાન જમવા પર જ રહેશે. તમે વધુ ખાવાથી બચી શકશો.

ખૂબ પાણી પીવો

પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી વ્યક્તિનું શરીર ડિહાઇડ્રેડ રહે છે અને સાથે લાંબા સમય સુધી તેનું પેટ ભરેલું લાગે છે, તેથી વ્યક્તિ વધુ જમવાથી પણ બચી શકે છે.

ફેસ્ટિવલ સીઝનમાં ફૂડ પોઈઝનિંગની સાથે ઓવર ઈટિંગથી પણ બચાવશે આ ટિપ્સ hum dekhenge news

ફળ અને શાકભાજી વધુ લો

તમારા આહારમાં ફાઈબરયુક્ત પદાર્થો ખાસ કરીને ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારો. તેનાથી તમને વારંવાર ભુખ લાગવાની સમસ્યા નહીં થાય. પ્રયાસ કરો કે તમારા આહારમાં રોટલી-દાળ, ભાત, શાક બધું જ હોય. પનીર જેવા લીન પ્રોટીન પણ સામેલ કરો. તમારા ડાયટમાં તમે પલાળેલા નટ્સ સામેલ કરી શકો છો.

હાઈજીનનું રાખો ધ્યાન

તમારું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ બેક્ટેરિયાથી દૂષિત હોવાના કારણે તમને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે. તહેવારોના સમયે બહારથી જમવાનું મંગાવી રહ્યા હો તો હાઈજીનના નિયમોનું ખાસ ધ્યાન રાખો. જમતા પહેલા હાથ જરૂર ધુઓ.

આ પણ વાંચોઃ ધ આર્ચીઝનું ટ્રેલર કેવું લાગ્યું?: સુહાના ખાન-અગસ્ત્ય નંદાનું ડેબ્યુ

Back to top button