આ ત્રણ રાશિઓ પર ક્યારેય પડતો નથી શનિની સાડાસાતીનો અશુભ પ્રભાવ
- નવગ્રહોમાં શનિનું સ્થાન સૌથી મહત્ત્વનું છે
- શનિ સૌથી ધીમો ચાલનારો ગ્રહ છે
- શનિદેવની વક્ર દ્રષ્ટિ હેરાન કરી શકે છે
નવગ્રહોમાં શનિને મહત્ત્વપુર્ણ સ્થાન છે. તેની કૃપાથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઇ શકે છે. જો જન્મ કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય અથવા તો શનિદેવની વક્ર દ્રષ્ટિ પણ તમારી પર પડતી હોય તો તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જીવનના અનેક ક્ષેત્રમાં સમસ્યાઓ આવવા લાગે છે અને કામમાં બાધા આવવા લાગે છે.
શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. કેમકે તે સૌથી ધીમી ચાલે ચાલનારો ગ્રહ છે. શનિની સાડાસાતીના આ અઢી વર્ષના સમયગાળાને ઢૈય્યા નામ અપાયુ છે. આ રીતે શનિના સાડા સાત વર્ષના સમયગાળાને સાડેસાતી નામ અપાયુ છે. શનિની સાડેસાતી અને ઢૈયા વ્યક્તિના જીવનનો સૌથી કઠિન અને પડકારૂપ સમય માનવામાં આવે છે. આ સમયગાળો જીવનમાં ચઢાવ-ઉતાર દર્શાવે છે. તેમાં કોઇના ભાગ્યને સંપુર્ણ રીતે બદલવાની શક્તિ હોય છે.
આ રાશિ પર પડતો નથી સાડાસાતીનો પ્રભાવ
જો કોઇ જાતકની જન્મકુંડળીમાં પહેલેથી જ કોઇ ગ્રહની શુભ દશા ચાલી રહી હોય અને તે સમયે સાડા સાતી શરૂ થઇ જાય છે તો શનિની દશાનો ખરાબ પ્રભાવ ઘટી જાય છે. કામમાં બાધા આવતી નથી અને દરેક કાર્યમાં સફળતા મળે છે. મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે અને તુલા રાશિમાં ઉચ્ચમાં રહે છે. આવા સંજોગોમાં મકર, કુંભ અને તુલા રાશિના જાતકો પર સાડાસાતીનો દુષ્પ્રભાવ પડતો નથી. જે જાતકોની જન્મ કુંડળીના ત્રીજા, છઠ્ઠા અને આઠમા કે બારમાં ભાવમાં શનિ ઉચ્ચ અવસ્થામાં હોય છે તે સાડા સાતીના પ્રતિકુળ પ્રભાવોથી અપ્રભાવિત રહી શકે છે અને તેમને શુભ ફળ આપે છે.
આ પણ વાંચોઃ નસોમાં કોલેસ્ટ્રોલ જામવાનું કારણ છે આ ભુલોઃ જાણો અને ન થવા દો