ઠંડીમાં શરીરને ગરમ રાખશે આ ચાનો એક કપઃ જાણી લો ફાયદા
- ગરમાગરમ ચાનો એક કપ પીવાની મજા ઠંડીની સીઝનમાં જ વધારે આવે છે. નોર્મલ ચા માત્ર શરીરને ગરમ રાખે છે, પરંતુ આ ત્રણ પ્રકારની ચા શરીરને ગરમ રાખવાની સાથે અન્ય ફાયદા પણ પહોંચાડે છે
ઠંડીની સીઝન શરૂ થઈ ચુકી છે હવે આવનારા દિવસોમાં સખત ઠંડી પડવા લાગશે. આ સીઝનમાં બીમાર પડવાનો ખતરો પણ વધતો જાય છે. લોકો આરામ કરવા માટે કામમાંથી પણ બ્રેક લે છે અને દૂધમાંથી બનેલી કડક ચાનું સેવન કરે છે. ઠંડીમાં ચાની ચુસ્કી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. ગરમાગરમ ચાનો એક કપ પીવાની મજા ઠંડીની સીઝનમાં જ વધારે આવે છે. નોર્મલ ચા માત્ર શરીરને ગરમ રાખે છે, પરંતુ આ ત્રણ પ્રકારની ચા શરીરને ગરમ રાખવાની સાથે અન્ય ફાયદા પણ પહોંચાડે છે.
મસાલા ચા
ઠંડીમાં ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવા માટે અને શરીરને ગરમ રાખવા માટે તમારે મસાલા ચાનું સેવન કરવું જોઈએ. મસાલા એટલે કે તજ, લવિંગ, આદુ, ઈલાઈચી અને મરી વાળી ચા. આ ચામાંથી સારી સ્મેલ તો આવે છે સાથે સાથે તે આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આ મસાલા ચાનો સ્વાદ તો વધારે છે, પરંતુ સાથે સાથે શરીરને ગરમ પણ રાખે છે. આદુ પાચન માટે બેસ્ટ છે. તજ શરીરને અંદરથી ગરમ રાખે છે.
મરી અને લીંબુની ચા
લીંબુ અને મરીની ચા ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. સાથે સાથે શરીરને હેલ્ધી પણ રાખે છે. લીંબુ અને મરીની ચા ઠંડીમાં અસરકારક છે. તે તમારા શરીરની સુસ્તીને દૂર કરવાની સાથે સાથે અનેક બિમારીઓથી પણ બચાવે છે. આ ચાનું સેવન શરીરને ગરમ રાખવા માટે ખાસ શિયાળામાં કરવામાં આવે છે. લીંબુ વિટામીન-સીથી ભરપૂર હોય છે, તે ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અને શરીરને બીમારીઓથી બચાવે છે. મરીમાં શરીરને ગરમ રાખતા ગુણ મળી આવે છે, તે શરીરને ઠંડુ પડતા બચાવે છે.
ઈલાઈચી અને તજની ચા
ઈલાઈચી અને તજની ચાની ખુશ્બુ સરસ હોય છે. તેનો ઉપયોગ કોઈ પણ જમવાની વસ્તુમાં કે ડ્રિંકમાં કરવામાં આવે તો તેની મજા બેવડાઈ જાય છે. જો તમે મસાલા વાળી ચા કે આદુની ચા પીવા ઈચ્છતા નથી તો તજ અને આદુની ચાનું સેવન કરો. તજમાં એન્ટીવાઈરલ ગુણો હોય છે. જે કોઈ પણ ફ્લુ કે સંક્રમણને દૂર કરી શકે છે. ઈલાઈચીમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. તેના મસાલા આરામ આપે છે અને શરીરને ગરમ રાખે છે.
આ પણ વાંચોઃ ચીનમાં ફેલાતો રહસ્યમય રોગ ભારત માટે ખતરનાક બની શકે છે ?