ટ્રેન્ડિંગધર્મ

ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભુલથી પણ ન લગાવતા આ વસ્તુઓ

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશામાં બહુ સમજી-વિચારીને વસ્તુઓ બનાવવી જોઈએ. વાસ્તુના નિયમોનું પાલન ન કરીએ તો ગંભીર પરિણામો ભોગવવા પડે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઊર્જા અને દિશાનું વિશેષ મહત્વ છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ અને દરેક દિશાનું મહત્વ છે. ઘરની દક્ષિણ-પશ્વિમ દિશાનું વાસ્તુમાં ખૂબ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશામાંથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા બહાર આવે છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ દિશામાં ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં અમુક વસ્તુઓ બનાવવાથી ખરાબ અસર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશાને રાહુ-કેતુની દિશા માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિશામાં રાખવામાં આવેલી વસ્તુઓ જીવન પર નકારાત્મક અસર કરે છે. આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ આ દિશામાં ન કરવી જોઈએ.

ઘરની દક્ષિણ-પશ્વિમ દિશામાં ભુલથી પણ ન લગાવતા આ વસ્તુઓ hum dekhenge news

આ છે દક્ષિણ-પશ્ચિમ દિશા સંબંધિત નિયમો

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં મંદિર કે પૂજા ઘર ન હોવું જોઈએ. આ દિશામાં મંદિર તો બિલકુલ ન જ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં સ્થાપિત દેવી-દેવતાઓની પૂજા કરવાથી કોઈ ફળ નથી મળતું. આ દિશામાં મન એકાગ્ર નથી થતું જેના કારણે પૂજા કરવામાં મુશ્કેલી આવે છે.
  • બાળકોનો સ્ટડી રૂમ આ દિશામાં ન બનાવવો જોઈએ. આ દિશામાં મન એકાગ્ર નથી રહેતું અને મન હંમેશા ભટકતું રહે છે. આ દિશામાં ભણવાથી બાળકોને કંઈ યાદ રહેતું નથી. તેથી સ્ટડી રૂમ આ દિશામાં ન હોવો જોઈએ.
  • ગેસ્ટ રૂમ પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવો જોઈએ. વાસ્તુ અનુસાર રાહુ અને કેતુની દિશાના કારણે આ દિશામાં રહેતા વ્યક્તિના મન અને વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. તેથી, આ દિશામાં ગેસ્ટ રૂમ બનાવવાનું ટાળવું જોઈએ.
  • ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં વાસ્તુ દોષ વધી શકે છે. આ દિશામાં સકારાત્મક ઉર્જા સંતુલિત રહે તે માટે આ દિશામાં ઉપરની તરફ ટાંકી બનાવડાવો.
  • વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય શૌચાલય ન બનાવવું જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે ઘરમાં રહેતા લોકોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે અને ઘરના લોકો હંમેશા બીમાર રહે છે.

 આ પણ વાંચોઃ બદલાતી સીઝનમાં રાખો હેલ્થનું ધ્યાનઃ આ ટિપ્સને કરો ફોલો, રહો સ્વસ્થ

Back to top button