Sawan 2023: શ્રાવણમાં શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ
- ભગવાન શિવની પૂજામાં ન વપરાતી વસ્તુઓનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ છે
- ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હોવાથી તેમને શ્રાપ મળ્યુ હતુ
- કુમકુમ અને સિંદુર સૌભાગ્યની નિશાની અને શિવજી છે સંહારક
શ્રાવણ મહિનો હિંદુ ઘર્મ માટે વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો આવે છે. શ્રાવણમાં મહાદેવજીની કૃપા મેળવવા માટે સોમવારનું વ્રત રાખવામાં આવે છે. આ સાથે ભક્તજનો દરરોજ શિવલિંગની પૂજા કરે છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ પવિત્ર મહિનામાં શિવભક્તો ભગવાન આશુતોષની આરાધના કરે છે, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં પણ કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે શિવલિંગને ન ચઢાવવી જોઈએ. આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ
તુલસી પત્ર
પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુર જાલંધરનો વધ કર્યો હતો. એટલા માટે તુલસીએ પોતે ભગવાન શિવને તેમના અલૌકિક અને દિવ્ય ગુણો વાળા પાંદડાથી વંચિત રાખ્યા હતા. આ જ કારણે ભગવાન શિવની પૂજામાં ક્યારેય તુલસીપત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી.
કેતકીના ફૂલ
શિવપુરાણ અનુસાર બ્રહ્માજીના એક જૂઠમાં કેતકીના ફૂલે તેમને સાથ આપ્યો હતો. જેના કારણે શિવજીએ કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો અને કહ્યું હતું કે મારી પૂજામાં કેતકીના ફૂલ ક્યારેય ચઢાવવામાં આવશે નહીં. આ શ્રાપ પછી શિવ પૂજામાં કેતકીના ફૂલ ચઢાવવામાં આવતા નથી.
હળદર
શિવ પૂજામાં ક્યારેય હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે હળદરને નારી સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતિક છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી.
તૂટેલા ચોખા
તૂટેલા ચોખાને અપૂર્ણ અને અશુદ્ધ માનવામાં આવે છે, તેથી તેને શિવપૂજામાં ન ચઢાવવા જોઈએ. તેનાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.
કુમકુમ અથવા સિંદૂર
સૌભાગ્યવતી મહિલાઓ તેમના પતિના લાંબા અને સ્વસ્થ જીવનની ઇચ્છા કરવા માટે તેમની માંગ પર સિંદૂર લગાવે છે. કુમકુમ અથવા સિંદૂરનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે, પરંતુ કુમકુમ અથવા સિંદૂર શિવને અર્પણ ન કરવું જોઈએ, કારણ કે શિવ સંહારક છે અને તેમની પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.
શંખનું પાણી
દંતકથા અનુસાર, શંખચુડ રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન હતા. મહાદેવે તેને માર્યો હતો, ત્યારબાદ તેનું શરીર ભસ્મ થઈ ગયું હતું અને તે ભસ્મમાંથી શંખનો જન્મ થયો હતો. શિવજીએ શંખચૂડનો વધ કર્યો, તેથી શિવજીને શંખમાંથી પાણી ક્યારેય ચઢાવવામાં આવતું નથી.
આ પણ વાંચોઃ શું તમારે પણ ઇસરોમાં સાઇંટિસ્ટ બનવું છે? તો જાણીલો તેનો અભ્યાસ