ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે

ઠંડીની સીઝન ખતમ થવા જઇ રહી છે અને ગરમીની સીઝન શરૂ થઇ રહી છે. જોકે હજુ પણ સવારે ઠંડી અને બપોરે ગરમીના લીધે ડબલ સીઝનનો માહોલ છે, જે લોકોને બિમાર પાડી રહ્યો છે. હવામાનમાં આ પરિવર્તન સીધુ ઇમ્યુન સિસ્ટમ પર હુમલો કરે છે. આજ કારણ છે કે ઘણા લોકો હવામાન બદલાતા જ શરદી, ખાંસી, તાવ, ટોન્સિલ્સ, માંસપેશીઓમાં દુખાવો, છાતી અને ગળામાં કફ જમા થવો અને બંધ નાક જેવી સમસ્યાઓ થવા લાગે છે.

હાલમાં મોટાભાગના લોકો ખાંસીની સમસ્યાથી પીડાય છે. ખાંસી ગંભીર સમસ્યા નથી, પરંતુ તેના લીધે વ્યક્તિને કામ કરવાની ઇચ્છા થતી નથી. જ્યારે કફ ભરાઇ ગયો હોય તેવું લાગે ત્યારે સમસ્યા વધુ ગંભીર બને છે. વધુ પડતી ખાંસી થાય ત્યારે આપણે ડોક્ટરની દવા લઇએ છીએ. ક્યારેક કફ સિરપ પણ લઇ લઇએ છીએ. જોકે તેનો વધુ પડતો ઉપયોગ આપણને નુકશાન કરી શકે છે. ખાંસીમાંથી આરામ મેળવવા માટે કેટલાક નેચરલ ઉપાયો અજમાવી શકો છો. આ ઘરેલુ ઉપચારથી ખાંસીમાં રાહત મળશે.

ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે hum dekhenge news

મધ

ખાંસી થાય ત્યારે ગળામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. ખાંસી અને ગળાના દુખાવાને ખતમ કરવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. મધ એક એવી ઔષધિ છે જે ખાંસીની દવાઓ માટે પ્રભાવશાળી છે. તમે મધને આદુના રસ સાથે લઇ શકો છો. મધ, લીંબુનો રસ અને ગરમ પાણી પણ લઇ શકો છો.

ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે hum dekhenge news

પાઇનેપલ

પાઇનેપલ એક એવુ ફળ છે જે ખાંસીની અસરને ઘટાડે છે. તેનું કારણ તેમાં મળી આવતુ તત્વ બ્રોમેલેન છે. પાઇનેપલમાં મળી આવતુ તત્વ બ્રોમેલ એક એવું એન્ઝાઇમ છે, જે ખાંસીને દબાવવામાં મદદ કરે છે. ખાંસીથી રાહત મેળવવા માટે પાઇનેપલનો એક ટુકડો ખાવ અથવા પાઇનેપલનો જ્યુસ પીવો.

ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે hum dekhenge news

ફુદીનો

ફુદીનો માત્ર સ્વાદ નહીં, પરંતુ તેના કમાલના ઔષધીય ગુણોના લીધે એક શક્તિશાળી જડીબુટ્ટી છે. ફુદીનાના લીલા પત્તા શરદી-ખાંસીના લક્ષણોને બેઅસર કરવાનું કામ કરે છે. ખાંસી માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમે ફુદીનાની ચા પી શકો છો અને ગરમ પાણીમાં ફુદીનાના પાન નાંખીને તેને ઉકાળી લો અને તે પણ પી શકો છો.

ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે Hum Dekhenge

આદુ

આદુ ઔષધીય ગુણોનો ખજાનો છે. જો તમારા પેટમાં ગરબડ હોય, અપચો હોય કે પછી તમને ખાંસી થઇ હોય ત્યારે તમે આદુનો ઉપયોગ કરી શકો છો. તે કફ તોડીને ખાંસીમાં આરામ આપે છે. ખાંસીમાં આરામ મેળવવા માટે આદુની ચા પીવી જોઇએ.

ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે hum dekhenge news

હળદર

હળદર બેસ્ટ ઔષધિ છે. ખાંસી સહિતની બીમારીઓ માટે પારંપરિક રીતે હળદરનો ઉપયોગ થાય છે. તે પાવરફુલ એન્ટીઇન્ફ્લેમેટ્રી ગુણો ધરાવે છે. ખાંસીના લક્ષણોને ઘટાડવા માટે ગરમ પાણીમાં હળદર નાંખીને પીવો. ગરમ દુધમાં પણ હળદર પી શકો છો.

ખાંસી માટે દવા કરતા વધુ અસરદાર છે આ વસ્તુઓઃ છાતીમાં જમા કફ બહાર કાઢશે hum dekhenge news

મીઠાના ગરમ પાણીના કોગળા કરો

તમારે ખાંસી અને તેના લક્ષણોથી રાહત મેળવવી હોય તો ગરમ પાણીમાં મીઠુ નાખી તેના કોગળા કરો. તેનાથી કફ તુટશે અને ખાંસી, ટોન્સિલ્સ, ગળાની ખરાશ, છાતીમાં જમા કફમાં રાહત મળશે.

આ પણ વાંચોઃ ‘ભારતમાં ડિજિટલ ક્રાંતિનો યુગ, ડિજિટલ ગવર્નન્સે દેશનું ચિત્ર બદલ્યું’

Back to top button