ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી આ ધોરણના પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર


ગાંધીનગર, તા.27 ફેબ્રુઆરી, 2025: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો. 1, 6થી 8 અને 12નાં નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયનું પુસ્તક તેમજ ધો. 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનાં પુસ્તક બદલાશે. આ ઉપરાંત ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે અને ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે.
આ બદલાવ અંતર્ગત, ધોરણ 1 માં ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે બદલવામાં આવશે. તેવી જ રીતે, ધોરણ 6 માં અંગ્રેજી વિષયના પુસ્તકમાં નવો અભ્યાસક્રમ જોવા મળશે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયના પુસ્તકોમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. ઉપરાંત, ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી સહિત તમામ વિષયોના પુસ્તકોમાં બદલાવ થશે. માધ્યમિક શિક્ષણમાં, ધોરણ 12 ના અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓથી વધુ સારી રીતે વાકેફ કરશે.
આ ફેરફાર નવી શિક્ષણ નીતીને ધ્યાને લઈને કરવામાં આવ્યો છે. આ ફેરફાર પાછળનો હેતુ વિધાર્થીઓની શીખવાની પદ્ધતિને વધારે સુદૃઢ કરવાનો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતીને લઈ સતત પાઠ્યપુસ્તકોને અપડેટ્સ કરવામાં પ્રયત્ન કરી રહ્યું છે અને તેને અંતર્ગત જ આ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ મણિપુરમાં મળી મોટી સફળતા, જાણો વિગત